GSTV
Home » News » સેનાના જવાનો કે કાશ્મીરીઓથી નહી ફક્ત ચૂંટણી જીતવાથી જ મતલબ છે: મહેબૂબા મુફ્તીના નિશાને આવી BJP

સેનાના જવાનો કે કાશ્મીરીઓથી નહી ફક્ત ચૂંટણી જીતવાથી જ મતલબ છે: મહેબૂબા મુફ્તીના નિશાને આવી BJP

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાં બાદથી રાજકીય તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે જમ્મુ કાશ્મીરમાં અનેક મોટા નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. તો આ વચ્ચે બ્લો વિકાસ પરિષદની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે પીડીપીના અધ્યક્ષા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભાજપ પર નિશાન સાધ્યું છે અને આરોપ લગાવ્યો છે કે ભાજપને સેનાના જવાનો કે કાશ્મીરીઓની ચિંતા નથી તેમને ફક્ત ચૂંટણી જીતવાથી જ મતલબ છે.

રાજ્યમાં આર્ટિકલ 370 હટાવ્યાં બાદ મહેબૂબાને નજરકેદ કરવામાં આવ્યા છે ત્યારે તેમનું ટ્વિટર એકાઉન્ટ તેમની દીકરી જોઈ રહી છે. મહેબૂબાના ટ્વિટર હેન્ડલ પરથી ગુરૂવારે સવાલ કરવામાં આવ્યા કે જો બધું જ સામાન્ય છે તો કાશ્મીરમાં 9 લાખ સૈનિકો કેમ છે. તેઓએ ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે તેઓ અહીં પાકિસ્તાન તરફથી આંશકિત હુમલાને લઈને નથી પરંતુ વિરોધ પ્રદર્શન દબાવવા માટે છે. સેનાની પ્રાથમિક જવાબદારી વિરોધના સ્વરને કચડવાની જગ્યાએ સરહદને સુરક્ષિત રાખવાની છે.

તેઓએ આગળ લખ્યું કે ભાજપ વોટ માટે જવાન કાર્ડનો ઉપયોગ કરે છે અને બલિદાનને હાઈજેક કરે છે પરંતુ સત્ય એ છે કે જો કાશ્મીરીઓનો જંગમાં ઉપયોગ કરાય રહ્યો છે તો સેના પણ ખીણ પ્રદેશમાં તણાવ રોકવા માટે મોહરું બની ગઈ છે.

  • પીડીપીના અધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ ભાજપ પર નિશાન સાધ્યું
  • ભાજપને સેનાના જવાનો કે કાશ્મીરીઓની ચિંતા નથીઃ મહેબૂબા
  • ભાજપને ફ્કત ચૂંટણી જીતવામાં જ રસઃ મહેબૂબા
  • િટ્વટ કરી મહેબૂબાએ ભાજપ પર નિશાન સાધ્યું
  • મહેબૂબા મુફ્તી આર્ટિકલ ૩૭૦ હટાવ્યાં બૅંદથી નજરકેદમાં છે

Read Also

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!