એક સમયે જ્યાં હાર્દિક પટેલનો દબદબો હતો. એ પાસ સમિતી આજે હાર્દિક પટેલના વિરોધમાં છે. પાસના નેતાઓ સામે કેસ ખેંચવાના મામલે પાસ અને ભાજપના નેતાઓ વચ્ચે સમાધાન ન થતાં આજે અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓ આપમાંથી ભાજપ સામે ચૂંટણી લડી રહ્યાં છે. પાસ સમિતી હવે ભાજપ વિરોધી નિવેદનો કરી રહી છે ત્યારે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય નિલેશ એરવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ઘણા લોકો ભાજપ સામે લડી રહ્યા છે.

ભાજપ સામે અપક્ષ કે કોંગ્રેસમાં લડતા તમામ પક્ષને પાસનો ખુલ્લો ટેકો છે. વધુમાં હાર્દિક પટેલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાસમાંથી ભાજપમાં ગયેલા હાર્દિક પટેલે ઇબીસી અપાવી નથી. લાખો યુવાનોએ કરેલી મહેનતના લીધે મળી છે. હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી છે. પાટીદાર અને પાસના કાર્યકરો વિરમગામમાં જઈને હાર્દિક પટેલનો વિરોધ કરશે.
આમ હાર્દિક પટેલ માટે પાસ એક નવો પડકાર બની શકે છે. વિરમગામની સીટ પર છેલ્લી 2 ચૂંટણીથી ભાજપ વિજેતા બન્યું નથી. ઘરકા ભેદી લંકા ઢાયેની જેમ ભાજપના અસંતુષ્ટો હાર્દિક પટેલની જીતમાં રોડા નાખી રહ્યાં છે. વિરમગામથી ભાજપના નેતાઓ દૂરી રાખી રહ્યાં છે. હવે જો પાસ ખુલ્લેઆમ હાર્દિક પટેલના વિરોધમાં આવી તો પાટીદારોમાં પણ ગાબડા પાડી શકે છે.
READ ALSO
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ