GSTV
Trending Valsad ગુજરાત

રાજકારણ ગરમાયું / ભાજપ માટે માથાનો દુ:ખાવો બનશે આ બેઠક, એક-બે નહીં આઠથી વધુ ઉમેદવારો મેદાનમાં

ભાજપ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. ગુજરાત પ્રદેશમાંથી ભાજપમાં નવા ચહેરાઓને સ્થાન મળશે તેવી ચર્ચા બાદ 182 વિધાનસભા ઉમરગામ તાલુકાની બેઠક માટે આઠથી વધુ ભાજપી હોદ્દેદારો દાવેદારી કરવા મેદાનમાં આવી રહ્યા છે.

ભાજપ

વળી એમાં જીઆઈડીસીના એક ઊચ્ચ અધિકારી બજરંગ વારલીનું નામ ચર્ચામાં આવતા રાજનીતિ ગરમાઇ છે. ઉમરગામ પાલિકા વિસ્તારના રામ મંદિર મહોત્સવમાં બજંરગભાઈ વારલી અચાનક આવી પહોંચતા મોટી અટકળો તેજ બની છે. યુવાનો માટે બજરંગ વારલીની આગેવાનીમાં ક્રિકેટ મેચનું આયોજન થતા આ નવો ચહેરો રસપ્રદ રાજકારણનો ભાગ બન્યો છે.

ઉમરગામ તાલુકાના ભાજપના અગ્રણીઓ સાથેની તેમની બેઠક ચર્ચાનો વિષય છે. પ્રકાશ પટેલ પ્રભુ ઠાકરિયા, સુભાષ બારગા, રમેશ ધાન્ગડા, દીપક ચોપડિયા, શંકર વlરલી રેસમાં છે. તો વર્તમાન ધારાસભ્ય રમણ ભાઈ પાટકર ફરી દાવેદારી કરવાના હોય હવે મતદારો માટે ઉમરગામ તાલુકો રસપ્રદ રાજકારણ સાથે ચર્ચાનો તર્ક બન્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો

GSTV Web Desk

આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ

Hardik Hingu

એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં

GSTV Web Desk
GSTV