GSTV

મહારાષ્ટ્રનાં રાજકારણમાં BJPની ફરી એન્ટ્રી, 145નાં આંકડા સાથે જઈશું રાજ્યપાલ પાસે

Last Updated on November 13, 2019 by pratik shah

રાષ્ટ્રપતિ શાસન લાદ્યા પછી એક પછી એક તમામ રાજકીય પક્ષોએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના મંતવ્યો રજૂ કર્યા. ઉદ્ધવ ઠાકરે પછી ભાજપના નેતા નારાયણ રાણે પણ મીડિયામાં દેખાયા. તેમણે કહ્યું કે ભાજપ સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. નારાયણ રાણેએ કહ્યું કે મને લાગે છે કે એનસીપી અને કોંગ્રેસ મળીને શિવસેનાને બેવકૂફ બનાવી રહ્યા છે.

નારાયણ રાણેએ કહ્યું કે મને લાગે છે કે એનસીપી અને કોંગ્રેસ મળીને શિવસેનાને બેવકૂફ બનાવી રહ્યા છે

145નાં આંકડા સાથે જઈશું રાજ્યપાલ પાસે

ઉલ્લેખનીય છે કે તે પહેલા બંને કોંગ્રેસ-એનસીપી પક્ષોના વરિષ્ઠ નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ મુંબઈમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે વાતચીત કરી હતી. બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પવારે કહ્યું કે અમને સરકાર બનાવવાની ઉતાવળ નથી. અમે કોંગ્રેસ સાથે બેસીને વાત કરીશું અને પછી નિર્ણય લઈશું.

કોંગ્રેસ-એનસીપીની પ્રેસ કોન્ફરન્સ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભાજપને 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ શિવસેનાને 24 કલાકનો સમય આપ્યો હતો. અમને સંપૂર્ણ સમય આપવામાં આવ્યો ન હતો. રાજ્યપાલને સરકાર બનાવવાની અમારી ઇચ્છા વ્યક્ત કરી હતી. અમારો સંપર્ક કોંગ્રેસ અને એનસીપી દ્વારા કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!