GSTV

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

મણિપુરમાં એન બીરેનસિંહ સરકારે રાજ્ય વિધાનસભામાં 16ની સામે 28 મતથી વિશ્વાસ મત જીતી લીધો છે. સિંહના વિશ્વાસ પ્રસ્તાવને લઈને ગૃહમાં લાંબી ચર્ચા બાદ મતદાન થયું હતું. જેમાં ભાજપ સરકારને સફળતા મળી છે. સોમવારે વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું હતું. વિશ્વાસ મત મેળવ્યા બાદ મુખ્યમંત્રી બીરેન સિંહે કહ્યું કે અમે ધ્વનિ મતથી વિશ્વાસ મત જીત્યો છે. તો કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબીબી સિંહે કહ્યું કે મણિપુરમાં કાયદા જેવું કંઈ નથી.

અમે મત વિભાજનની માગ કરી રહ્યાં હતા, જેને ભાજપ પસંદ નથી કરતું. સત્તારૂઢ પાર્ટીની અંદર ઘણાં લોકો એવા છે જેઓ આ સરકારને પસંદ નથી કરતા. કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પાર્ટીના વ્હિપનું ઉલ્લંઘન કરતા ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો ન હતો. મણિપુરના 60 સભ્યવાળી વિધાનસભામાં કોંગ્રેસના 24 ધારાસભ્યો છે. ત્રણ ધારાસભ્યોના રાજીનામા અને પક્ષપલટુના કાયદા અંતર્ગત ચાર ધારાસભ્યોને અયોગ્ય ગણાવવામાં આવ્યા બાદ હવે ગૃહના સભ્યોની સંખ્યા 53 છે.

ભાજપ સરકાર સામે 17 જૂન રાજકીય સંકટ ઊભું થયું હતું

ભાજપ સરકાર સામે 17 જૂન રાજકીય સંકટ ઊભું થયું હતું કેમકે છ ધારાસભ્યોએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યુ હતું. ભાજપના ત્રણ ધારાસભ્ય પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. જો કે આજે મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીતી લીધો છે. મતદાન દરમિયાન તમામ 28 ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના 16 ધારાસભ્યો હાજર રહ્યાં હતા. જો કે કોંગ્રેસના આઠ ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતા. વિશ્વાસ મત મેળવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો અને ગૃહમાં ખુરસીઓ ફેંકી હતી.

READ ALSO

Related posts

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!