વિધાનસભાની ચૂંટણીને પગલે પક્ષની વંડી ઠેકવાનુ શરૂ થયુ છે. ૮૨ વર્ષિય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાને હજુ ૨૪ કલાક વિત્યા નથી ત્યા તલાલાના ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસને અલવિદા કર્યુ છે. આહિર મતબેંકમાં ગાબડુ પાડવા ભાજપે આખોય ખેલ પાડયો છે. કોંગ્રેસમાં એક સાઁધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. બુધવારે બપોરે તલાલાના ધારાસભ્ય ભગા બારડે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ ડો.નિમા આચાર્યને રાજીનામુ સુપરત કર્યુ હતું. રાજીનામુ આપ્યા બાદ બારડ સીધા જ કમલમ પહોંચ્યા હતાં. જયાં કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતાં.

ભાજપમાં પ્રવેશ બાદ ભગા બારડે એવી ગુલાંટ મારીકે, અમે મૂળ કોંગ્રેસી છીએ જ નહી. ચિમનભાઇ મુખ્યમંત્રી હતા ત્યારે અમે જનતાદળમાં હતા. નાછુટકે અમે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. એક બાજુ, ભાજપના દાવેદારો ટિકિટ માટે રાજકીય લોબિંગ કરી રહ્યા છે ત્યારે પક્ષપલટુઓને ભાજપ સામે ચાલીને ટિકિટની ઓફર કરી રાજકીય ડીલ કરી રહ્યું છે. તલાલા બેઠક પર ભાજપના દાવેદારોની યાદી લાંબી છે ત્યારે છેલ્લી ઘડીએ કમલમનો સહારો લેવારાં ભગા બારડને તલાલા બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે.. ચર્ચા છેકે, ભગા બારડને કેસરિયો ખેસ ધારણ કરાવવા ભાજપના એક સાંસદે આ આખુય ઓપરેશન પાર પાડયુ છે.
અત્યાર સુધી ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે એવી બડાઇ હાંકી હતીકે, કોંગ્રેસીઓ માટે કમલમના દ્વાર બંધ છે પણ વર્તમાન રાજકીય પરિસ્થિતીની જોતા પાટીલે નાકલિટી તાણવી પડે તેમ છે. એટલુ જ નહીં, આયાતીઓ માટે ફરી કમલમના દ્વારે લાલ જાજમ બિછાવવી પડી છે.
ધારાસભ્ય વાસણ આહિરનું પત્તું કપાઈ ગયું છે
ભાજપે આહિર મતબેંક કબજે કરવા રણનીતિ ઘડી કાઢી છે. ભાજપમાં આહિર સમાજનું રાજકીય પ્રતિનિધીત્વ જળવાઇ રહે તે માટે કોંગ્રેસી ધારાસભ્ય ભગા બારડને કેસરિયો ખેસ પહેરાવી તલાલાની ટિકિટ આપી દીધી છે. આમ એક આહિર ધારાસભ્યની ભાજપમાં એન્ટ્રી થઇ છે તો બીજા આહિર ધારાસભ્યની એક્ઝિટ થઈ ગઈ છે
Also Read
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો