GSTV
Home » News » મોદીને ફરી સત્તા પર લાવવા ભાજપે ૧૧ લાખ કાર્યકરોને આપી છે ખાસ તાલીમ, અહીં જાણો શું છે તૈયારી

મોદીને ફરી સત્તા પર લાવવા ભાજપે ૧૧ લાખ કાર્યકરોને આપી છે ખાસ તાલીમ, અહીં જાણો શું છે તૈયારી

bjp train party workers

સત્તાધારી ભાજપ લોકસભાની ચૂંટણીમાં ફરી મોદીને સત્તાસ્થાને બેસાડવા તનતોડ મહેનત કરી રહયો છે. ભાજપ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે ચૂંટણી પ્રચારમાં મિડીયા મેનેજમેન્ટથી લઇ સોશ્યલ મિડીયાનો સારો અને અસરકારક ઉપયોગ કરવા ઇચ્છે છે. આ કામ માટે ભાજપે ૧૧ લાખ કાર્યકરોને ખાસ તાલીમ આપી છે. આ ખાસ તાલીમ પામેલા કાર્યકરો મોદી સરકારની નીતિઓ અને કાર્યકમો અંગે મતદારોનો સંપર્ક કરી જાણકારી આપી રહયા છે.

પક્ષના મહાસચિવ પી. મુરલીધર રાવે એક મુલાકાતમાં જણાવ્યું કે પક્ષ અર્થવ્યવસ્થાથી માંડી લોકોના વિકાસ સાથે જોડાયેલી બાબતો ઉપર ધ્યાન કેન્દૃીત કરી રહી છે. તેમાં રાષ્ટ ગૌરવથી માંડી ઓળખનું રાજકારણ સામેલ છે.રાવ કહે છે કે અન્ય કોઇ પક્ષ પાસે આવી ક્ષમતા જ નથી.રાવને કાર્યકરોને તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે કહે છે કે અમારી આ કેડર વૈચારિક રીતે પ્રેરિત અને સંચાલિત છે અને એ જ તો છે અમારી તાકાત.

નવી નોકરીઓની તક ઉભી નહી કરી શકતા અને કૃષિ ક્ષેત્રની કેટલીક સમસ્યાઓને દૂર કરવામાં મોદી સરકારની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે ત્યારે સરકાર સુરક્ષા મુદે વડાપ્રધાન મોદીની મજબૂત અને નિર્ણાયક કાર્યવાહી આસપાસ જ માહોલ ઉભો કરી રહી છે.એટલે જ તો મોદી સરકાર પુલવામા હુમલા પછી પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલા હવાઇ હુમલાનો જ ઉલ્લેખ કરી રહી છે.આ ઉપરાંત શૌચાલય, વીજળીના જોડાણ અને ગરીબોને ઉજજવલા યોજના હેઠળ રાંધણ ગેસના જોડાણની વાત કરીને મતદારોને લલચાવવા પ્રયાસ કરવામાં આવી રહયા છે.

રાવ કહે છે કે કાર્યકરોને પક્ષની વિચારધારા અંગે તાલીમ આપવામાં આવી છે. તેઓને સમાજના વંચિત લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય, મિડીયાને કેમ સાચવવા અને સોશ્યલ મિડીયાની રણનીતિ તૈયાર કરવાની તાલીમ આપવામાં આવી છે. રાવ જણાવે છે કે આ વખતે તાલીમ આપી તૈયાર કરાયેલા કાર્યકરોનો આંક ર૦૧૪ કરતા પાંચ ગણો વધારે છે. હાલમાં પક્ષના સભ્યોની સંખ્યા ૧૧ કરોડનો આંકડો વટાવી ગઇ છે. આટલા સભ્યો સાથે ભાજપ દૂનિયાનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે.

Read Also

Related posts

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah

ડીઆરડીઓએ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળ પરીક્ષણ કર્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!