GSTV

ભાજપને પછાડવા મમતાએ બંગાળમાં ભાજપ રમે એ પહેલાં જ આ કાર્ડ ખેલ્યું, 100 ઉઠબેઠ કરવા પણ થયા તૈયાર

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં મમતા બેનરજીએ બ્રાહ્મણ કાર્ડ ખેલીને રાજ્યના ૮૦૦૦ સનાતન બ્રાહ્મણ પૂજારીઓને મહિને હજાર રૂપિયાનું ભથ્થુ અને રહેવા મકાન આપવાની જાહેરાત કરી છે. મમતાએ આ પહેલાં સનાતન બ્રાહ્મણ સંપ્રદાયને અકાદમી માટે કોલાઘાટમાં જમીન આપવાની જાહેરાત કરી હતી. મમતાએ ભાજપ- કોંગ્રેસને પછાડવા આ દાવ ખેલ્યો છે.

અધીર રંજન ચૌધરી બંગાળ કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી તેમણે રીયા બેનરજીને બંગાળી બ્રાહ્મણ છોકરી ગણાવીને બ્રાહ્મણ કાર્ડ ખેલ્યું હતું. સોશિયલ મીડિયા પર મમતાએ દુર્ગાપૂજાની ઉજવણી પર નિયંત્રણ મૂક્યાં હોવાના મેસેજ વાયરલ થયા હતા. આ મેસેજ ભાજપ દ્વારા વહેતા કરાયા હોવાના આક્ષેપ કરી મમતાએ આ વાત સાચી હોય તો જાહેરમાં સો ઉઠ-બેઠક કરવાની તૈયારી બતાવી હતી. આ મેસેજના કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરવા મમતા બ્રાહ્મણો પર રીઝયાં છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!