GSTV

BIG NEWS : પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આ નેતાઓને લાગી શકે છે લોટરી, આ છે સંભવિત ઉમેદવારો

પેટા ચૂંટણીની જાહેરાત સાથે ભાજપમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આઠ વિધાનસભા બેઠકો માટે આગામી સપ્તાહ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક કમલમ ખાતે યોજાશે. જોકે આઠમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામ નિશ્ચિત માનવામાં આવે છે. ભાજપ દ્વારા બે તબકાઓમાં નામોની જાહેરાત કરાશે. ઓક્ટોબરના બીજા સપ્તાહના અંત સુધીમાં પ્રથમ તબક્કાના નામ જાહેર કરાશે. જ્યારે બાકીના નામો બાર ઓક્ટોબર બાદ જાહેર કરાશે. પાંચ બેઠકો પર કોંગ્રેસના પૂર્વ ધરાસભ્યોને ટિકિટ મળશે તેવી શક્યતા છે.

બેઠક સંભવિત ઉમેદવાર

  • કરજણ- અક્ષય પટેલ
  • અબડાસા- પ્રધ્યુમનસિંહ જાડેજા
  • ધારી – જે. વી. કાકડિયા
  • મોરબી- બ્રિજેશ મેરજા
  • કપરાડા – જીતુ ચૌધરી
  • ડાંગ – મંગળ ગાવિત, વિજય પટેલ, બાબુરાવ ચૌર્યા
  • લીંબડી – કિરીટસિંહ રાણા, પરષોત્તમ સોલંકી
  • ગઢડા – આત્મારાવ પરમાર, શંભુપ્રસાદ ટુંડિયા

ડાંગમાં ભાજપના સંભવિત ઉમેદવાર મંગળ ગાવીત ,વિજય પટેલ, બાબુરાવ ચૌર્યા, તો લીંબડીના સંભવિત ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણા તો પરષોત્તમ સોલંકીએ સરકાર સામે બાયો ચઢાવતા ડાર્ક હોર્સ તરીકે કોળી ઉમેદવારને પણ ટિકિટ મળવાની શક્યતા જોવા મળી રહી છે. જ્યારે ગઢડાના સંભવિત ઉમેદવાર તરીકે આત્મરામ પરમારનું નામ ચર્ચામાં છે. આ ઉપરાંત આ બેઠક આરક્ષિત હોવાને કારણે શંભૂપ્રસાદ ટુંડિયા પણ લોંબીગ કરી રહ્યા છે.

પેટા ચૂંટણી અંતર્ગત 9 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડાશે, જ્યારે 16 ઓક્ટોબરે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હશે. ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાડા આ આઠ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.

અગાઉ આ આઠ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. પરિણામે, કોંગ્રેસ દ્વારા આ બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠકદીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી, જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઇકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં મોટે પાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યે રાજીનામાં આપ્યાં હતાં, જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કરજણમાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.

READ ALSO

Related posts

ચેન્નાઈના કંગાળ દેખાવ બાદ કેપ્ટન ધોની સામે શ્રીકાન્તે આક્રોશ વ્યક્ત કર્યો

Mansi Patel

બાળકોને કુસ્તી માટે નહોતી કોઈ જગ્યા, આ શખ્સે ખેતર ગીરવે રાખીને બનાવ્યો અખાડો

Karan

કેન્દ્રની આ યોજના હેઠળ લાઈફટાઈમ ફ્રી મળશે હોસ્પીટલ ખર્ચ, આ કર્મચારીઓને મળશે સુવિધા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!