કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા જસવંત સિંહના દીકરા માનવેન્દ્ર સિંહને ઝાલરાપાટન પરથી બેઠક આપવામાં આવી છે. તેઓ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સામે ચૂંટણી લડશે. માનવેન્દ્ર બાડમેર જિલ્લાની શિવ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતાં. તેઓ હાલમાં જ કોંગ્રેસમાં સામેલ થયા હતાં. કોંગ્રેસની 32 ઉમેદવારોની શનિવારે જાહેર થયેલી બીજી યાદીમાં તેમનુ નામ છે. તો ભાજપે પણ પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં 8 ઉમેદવારોના નામ છે.
દીપા કુમારીની જગ્યાએ આશા કુમારીને તક
ભાજપે સવાઈ માધોપુર બેઠક પરથી ધારાસભ્ય અને જયપુર રાજઘરાનાની સભ્ય દીયા કુમારીની જગ્યાએ આશા કુમારી મીણાને ઉમેદવાર બનાવી છે.
એક દિવસ પહેલા ભાજપમાં સામેલ થયેલા રામકિશોર સૈનીને બાંદીકૂઈ પરથી ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના અત્યાર સુધી 170 ઉમેદવાર નક્કી થયા છે. તેમણે પહેલી યાદીમાં 131 અને બીજી યાદીમાં 31 ઉમેદવારો જાહેર કર્યા હતાં.
ભાજપની ત્રીજી યાદી
ક્રમ | બેઠક | ભાજપ ઉમેદવાર |
1 | કરનપુર | સુરેન્દ્ર પાલ સિંહ ટીટી |
2 | જમવા રામદઢ (એસટી) | મહેન્દ્ર પાલ મીણા |
3 | તિજારા | સંદીપ દાયમા |
4 | બાનસૂર | મહેન્દ્ર યાદવ |
5 | થાનગાજી | રોહિતાશ શર્મા |
6 | બાંદીકુઈ | રામકિશોર સૈની |
7 | સવાઈ માધોપુર | આશા મીણા |
8 | નિવાઈ (એસસી) | રામસહાય મીણા |
READ ALSO
- જાદુ તો તમને અમેઠીની જનતાએ બતાવ્યો હતો, આવું કેમ બોલ્યા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
- ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલાશે? ભાજપ સાંસદે પીએમ, અમિત શાહ અને સીએમ યોગીને લખ્યો પત્ર
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- બિલ્કીસ બાનો કેસ: CJI ડી.વાય ચંદ્રચુડ વિશેષ બેંચ બનાવવા માટે સંમત, જાણો કેમ જસ્ટિસ બેલા ત્રિવેદી સુનાવણીથી અલગ થયા