GSTV
Home » News » જસદણ : આજે છેલ્લા દિવસે આ તાલુકાને ભાજપ અને કોંગ્રેસે કર્યો ટાર્ગેટ

જસદણ : આજે છેલ્લા દિવસે આ તાલુકાને ભાજપ અને કોંગ્રેસે કર્યો ટાર્ગેટ

જસદણની પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આજે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિશાળ મહારેલી યોજી છે. કાર અને બાઈકના કાફલા સાથે નીકળેલી આ રેલીનો વીંછીયાથી પ્રારંભ થયો છે. આ રેલી અમરાપુર, હિંગોળગઢ, લાલાવદર, લીલાપુર, જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, જૂના પીપળીયા, પ્રતાપપુર અને સાણથલી પહોંચશે.

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા જસદણમાં કોંગ્રેસે પણ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધુ છે. વિંછીયા ખાતેના કોગ્રેંસના કાર્યાલય ખાતે વહેલી સવારથી ચૂંટણી પ્રચારનું કામ શરૂ થયુ હતુ. વિપક્ષ કોંગ્રેસ ગૌચરની જમીન,બેરોજગારી, ખેડૂતોને કરવામાં આવેલા વાયદા સહિતના મુદ્દે સરકારને ઘેરી રહી છે. જસદણમાં કોંગ્રેસે જવાબ આપે જસદણના નામે સોશિયલ મીડિયા પર પણ કેમ્પેઈન ચલાવ્યુ છે. યુવાઓ જીપીએસસી, યુપીએસસીની પરીક્ષા માટે કિચિંગ ક્લાસ, સ્પોર્ટસના મેદાન અને રોજગારીની માંગ કરી રહ્યા છે.

Related posts

આ 78 સીટો બદલી શકે છે ચૂંટણી ગણિત, તેના પર હાર-જીત નક્કી કરશે પાર્ટીઓનું નસીબ

NIsha Patel

દેશમાં લોકસભાની સાથે સાથે આ ચાર રાજ્યોમાં વિધાનસભા ચુંટણીની મતગણતરી ચાલુ

Mansi Patel

શું હોય છે પોસ્ટલ બેલેટ પેપર, કેમ થાય છે સૌથી પહેલાં તેની ગણતરી?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!