GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં : પોતાની જ પાર્ટીના 20 કદાવર નેતાઓને સસ્પેન્ડ કરી ઘરે બેસાડી દીધા

ભારતીય જનતા પાર્ટીએ વિરોધી કાર્યો માટે સોમવારે કડક કાર્યવાહી કરતા મુખ્યમંત્રી વિરુદ્ધ ચૂંટણી લડનાર વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સરયૂ રાય સહિત 20 પ્રદેશ નેતાઓને પાર્ટીથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સોમવારે રાતે જારી સત્તાવાર જાહેરનામામાં પ્રદેશ મહામંત્રી સહ હેડક્વાર્ટર પ્રભારી દીપક પ્રકાશે આ જાણકારી આપી છે.

તેમણે જણાવ્યું કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાના નિર્દેશ અનુસાર, પાર્ટીએ અનુશાસનાત્મક કાર્યવાહી કરતા પાર્ટીના અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડવાવાળા સરયૂ રાયસ બડકુવાર ગાગરાઈ, મહેશ સિંહ, દુષ્યંત પટેલ તથા અમિત યાદવને પાર્ટીના નિર્ણયો વિરુદ્ધ કામ કરવા તથા પાર્ટીના સંવિધાન વિરોધી કાર્યો માટે જમશેદપુર મહાનગરથી અમરપ્રીત સિંહ કાલે, સુબોધ શ્રીવાસ્તવ, અસીમ પાઠક, રજનીકાન્ત સિન્હા, સતીશ સિંહ, રામકૃષ્ણ દુબે, ડીડી ત્રિપાઠી, રામનારાયણ શર્મા, રતન મહતો, હરે રામ સિંહ, મુકુલ મિશ્ર, હજારીબાગ તથા રામગઢથી સર્વેશ સિંહ, સંજય સિન્હા, મિશિલેશ પાઠક તથા ત્રિભુવન પ્રસાદની પાર્ટીની પ્રાથમિક સદસ્યતા 6 વર્ષ માટે સમાપ્ત કરી દેવામાં આવી છે. સરયૂ રાયે પોતાનું પત્તુ કપાયાથી નારાજ થઈને આના માટે મુખ્યમંત્રી રઘુવર દાસને જ જવાબદાર માનતા તેમની સામે મોરચો માંડ્યો હતો અને તેમની વિરુદ્ધ નિર્દલીય ચૂંટણી લડ્યા હતા.

READ ALSO

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!