GSTV

હરિયાણામાં ભાજપની આબરૂ બચી : ચૌટાલાના ટેકાથી સરકાર

હરિયાણામાં આખરે ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન થઇ ગયું છે તેથી ફરી ભાજપ અહીં સરકાર બનાવવા જઇ રહી છે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ને ભાજપે ઉપ મુખ્ય પ્રધાન પદ પણ આપવાની જાહેરાત કરી દીધી છે. જે બાદ જેજેપી પણ સમર્થન આપવા માટે તૈયાર થઇ ગઇ હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે હરિયાણામાં જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાની સાથે બેઠક યોજી હતી, જે બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરતા જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનનું પદ ભાજપ પાસે જ રહેશે જ્યારે જેજેપીને ઉપ મુખ્ય પ્રધાન પદ આપવામાં આવશે.

 બીજી તરફ દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે હરિયાણાને એક સ્થિર સરકાર મળે તે માટે ભાજપ અને જેજેપી બન્નેનુ ગઠબંધન અતી જરૂરી હતું. હરિયાણા વિધાનસભામાં કુલ 90 બેઠકો છે જેમાં ભાજપ પાસે 40, કોંગ્રેસ પાસે 31, ભાજપને સમર્થન આપનારા જેજેપી પાસે 10 બેઠકો છે. જ્યારે આ ચૂંટણીમાં છ જેટલા અપક્ષ ધારાસભ્યો પણ ચૂંટાયા છે. ભાજપને અપક્ષ ધારાસભ્યોને જેજેપી બન્નેનું સમર્થન મળી ગયું છે. જોકે હવે ભાજપ અને જેજેપી બન્નેએ સાથે મળીને સરકાર રચવાની પણ જાહેરાત કરી દીધી છે.

હરિયાણામાં દિગ્ગજ નેતા ઓમ પ્રકાશ ચૌટાલાના પૌત્ર અને અજયસિંહ ચૌટાલાના પુત્ર દુષ્યંત ચૌટાલાએ જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની રચના કરી છે. લોકસભાની ચૂંટણીમાં જેજેપીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડી હતી અને 10 બેઠકો જીતીને જેજેપી કિંગમેકર બની ગયું હતું.

પરીણામો આવ્યાના બીજા દિવસે જેજેપીએ પોતાના પત્તા ખોલ્યા હતા અને આખરે ઉપ મુખ્ય પ્રધાન પદ મળી જતા ભાજપને સમર્થન આપી દીધુ છે. બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપે હરિયાણામાં સરકાર બનાવવા માટે હોર્સ ટ્રેડિંગનો સહારો લીધો છે, અમે વિપક્ષ તરીકે ચુપ નહીં બેસીએ.

કોંગ્રેસના વિરોધ અને ભાજપના જ નેતા ઉમા ભારતીની સલાહ બાદ ભાજપ ગોપાલ કાંડા જેવા અપક્ષ ધારાસભ્યોનો ટેકો નહીં લેવા તેવા અહેવાલો છે કેમ કે જેજેપી અને ભાજપ બન્નેના મળીને જ 50 જેટલા ધારાસભ્યો થઇ જાય છે જે બહુમત કરતા પણ ચાર વધુ છે. આ સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યો વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે.

READ ALSO


Related posts

વિશ્વના આ દેશોમાં કોરોના વાયરસનું નામ લેવા પર થઈ શકે છે જેલ, માસ્ક પહેરવા પર પણ પ્રતિબંધ

Nilesh Jethva

જમ્મૂ કાશ્મીરમાં આ જજે ભારતીય સંવિધાનની સૌ પ્રથમ શપથ લીધી, ઓનલાઈન થયો સમારોહ

Nilesh Jethva

ગુજરાતના પડોશી રાજ્યમાં Corona વકર્યો! દેશમાં પોઝિટીવ કેસોમાં ટોપ પર, આજે રેડઝોન જાહેર કરાયા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!