હરિયાણામાં જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામે ભાજપને ચોંકાવી દીધો છે. આ ચૂંટણીમાં સત્તાધારી ભાજપ સાત જિલ્લાની 102 બેઠકો પર લડ્યો હતો ને તેમાંથી માત્ર 22 બેઠકો પર જીત મળી છે. તેની સામે આમ આદમી પાર્ટીએ 15 બેઠકો જીતીને પોતાની હાજરીની નોંધ લેવડાવી છે જ્યારે કોંગ્રેસ તો ખાતું પણ નથી ખોલાવી શકી. કોંગ્રેસ પાર્ચીના ચિહ્ન પરથી નહોતી લડી પણ તેના સમર્થક ઉમેદવારો પણ હારી ગયા છે. ભાજપને પંચકૂલામાં જબરદસ્ત મોટો ફટકો પડ્યો. ગુરમીત રામ રહીમનો સહારો લેવા જતાં ભાજપ જિલ્લા પરિષદની તમામ 10 બેઠકો હારી ગઈ.

ભાજપ માટે શરમજનક વાત એ છે કે, કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબસિંહ સૈનીની પત્ની પણ હારી ગયાં છે. સૈનીનાં પત્નિને અંબાલા જિલ્લા પરિષદના વોર્ડ નંબર 4માં અપક્ષ ઉમેદવારે હરાવ્યાં હતાં.
આ પરિણામોમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શને સૌને ચોંકાવી દીધા છે. આમ આદમી પાર્ટીએ સિરસા, અંબાલા, યમુનાનગર અને જિંદ સહિતના જિલ્લાઓમાં જિલ્લા પરિષદની 15 બેઠકો પર કબજો કર્યો છે.
READ ALSO
- મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા