GSTV
India News ટોપ સ્ટોરી

ભાજપે સરકાર રચવા શરૂ કરી કવાયત / ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદના લઈ શકે છે શપથ, શિંદેને ડે.સીએમ બનાવવાની સંભાવના

સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ સરકારને મોટો ફટકો પડ્યા પછી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે જેના પગલે મહારાષ્ટ્રમાં ઉદ્ઘવની સરકારનું પતન થયું છે જ્યારે બીજી બાજુ ભાજપ આવતીકાલે એટલે કે, ગુરૂવારે સરકાર રચવાનો દાવો કરી શકે છે. તેમજ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની શકે છે . ફડણવીસ 1 જુલાઈ સીએમ પદના શપથ ગ્રહણ કરી શકે છે જ્યારે શિંદેને ડે.સીએમ બનાવવાની સંભાવના તેજી બની છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.

ઉદ્ધવ ઠાકરેના નિર્ણય બાદ મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રીને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે જ્યારે ભાજપના ધારાસભ્યો મહાવિકાસ અઘાડી સરકારનું પતન થતા જશ્ન મનાવી રહ્યા છે બીજી તરફ શિવસેનાના બળવાખોર રાજ્યમંત્રી એકનાથ શિંદેના ઘર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે. તમને જણાવીએ દઈએ કે, શિવસેનાના બળવાખોર ધારાસભ્ય મોડી રાત્રે ગોવા આવી પહોંચ્યા છે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ કરવાના પક્ષમાં ચુકાદો આપતા ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર સંબોધન કરીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી સાથે જ વિધાનસભા પરિષદનું સભ્યપદ પણ છોડી દીધું છે.

READ ALSO

Related posts

મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ

Zainul Ansari

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

Hardik Hingu

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk
GSTV