GSTV
Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

ભાજપના સ્ટાર પ્રચારકોમાં હાર્દિકની બાદબાકી તો અલ્પેશ ઠાકોરની એન્ટ્રી, રાજકીય સમીકરણો બદલાયા

ભાજપના સ્ટાર પ્રચારકોમાં હાર્દિકની બાદબાકી જોવા મળી છે. અલ્પેશને ટોપ 10મા સ્થાન ભાજપના સ્ટાર પ્રચારકોમાં યુવા નેતા હાર્દિક પટેલને બહાર રાખ્યો જ્યારે અલ્પેશ ઠાકોરની એન્ટ્રી થઈ છે. ભાજપે પ્રથમ તબક્કાના પ્રચારકોને બીજા તબક્કામાંથી દુર રાખી 10 નવા નેતાનો સમાવેશ કર્યો છે.

અલ્પેશ ઠાકોરની એન્ટ્રી

અમદાવાદ, 22 નવેમ્બર 2022, મંગળવાર શાસક પક્ષ ભાજપ દ્વારા બીજા તબક્કાની ચૂંટણી પ્રચાર માટે ચૂંટણીપંચને આપેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે યુવા નેતા હાર્દિક પટેલને પ્રચારકમાંથી બાદબાકી કરવામાં આવી છે.

ગોરધન ઝડફિયા પણકરશે પ્રચાર

ભાજપના ટોપ 10 પ્રચારકોમાં ગોરધન ઝડફિયા, અલ્પેશ ઠાકોર, નંદાજી ઠાકોર, શંકરભાઈ ચૌધરી, ભાર્ગવ ભટ્ટ, દેવુસિંહ ચૌહાણ જશવંતસિંહ ભાભોર, હીતુ કનોડિયા, રમીલાબેન બારા, રજની પટેલના નામનો સમાવેશ કરાયો છે. હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે કાર્યકારી પ્રદેશ પ્રમુખ પદે રહી ચુક્યો હતો. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે આ બન્ને નેતા કોંગ્રેસના સ્ટાર પ્રચારક પણ રહી ચુક્યા છે. ભાજપે પ્રથમ તબક્કાના પ્રચારકોને બીજા તબક્કામાંથી દુર રાખી 10 નવા નેતાનો સમાવેશ કર્યો છે. બીજા તબક્કા માટે કુલ 40 સ્ટાર પ્રચારકો રહેશે.

READ ALSO

Related posts

ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે

Nakulsinh Gohil

ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો

Nakulsinh Gohil

પેપરલીક મામલે ભાજપના નેતાઓનું મૌન પણ હાર્દિક પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Nakulsinh Gohil
GSTV