GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાનો પલટવાર, થરુર વાચે હિંદુ ઈતિહાસ

શશી થરુરના નિવેદન બાદ ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં કહ્યું છે કે હિંદુ પાકિસ્તાનની વાત કહેવી હિંદુઓ પર સીધો પ્રહાર છે. આ દેશની લોકશાહી પર હુમલા જેવું છે. થરુરે હિંદુઓનો ઈતિહાસ વાંચવો જોઈએ. થરુર અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે કહી રહ્યા છે. તે તુષ્ટિકરણની રાજનીતિ છે.

પાકિસ્તાનને ખરીખોટી સંભળાવતા સંબિત પાત્રાએ કહ્યુ છે કે થરુર અને રાહુલ ગાંધીના નિવેદનોથી તો લશ્કરે તૈયબાનો આતંકવાદી હાફિઝ સઈદ પણ કોંગ્રેસનો પ્રશંસક બની જશે. સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી હિંદુસ્તાન વિરુદ્ધ અનાપ-શનાપ બોલવાનું બંધ કરી રહ્યા નથી. થરુરે જે નિવેદન તેનાથી વધુ વાંધાજનક ભારત માટે શું હોઈ શકે? ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ છે કે વડાપ્રધાન મોદી અને ભાજપને નફરત કરવાને કારણે કોંગ્રેસે લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે.

તેના કારણે કોંગ્રેસ દેશ અને હિંદુઓ વિરુદ્ધ બોલી રહી છે. પાર્ટીના નેતાઓના આવા નિવેદનોને કોંગ્રેસ અંગત વિચાર ગણાવીને પાનિયું છોડાવી લેતી હોય છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ છે કે કોંગ્રેસે પોતની છીછરી રાજનીતિ માટે ભારતને નીચું દેખાડવાનું કામ કર્યું છે. તેમના મનમાં મોદી માટે નફરત છે. કોંગ્રેસની સાત પેઢીઓએ આવી બાબતો મામલે જવાબ આપવો પડશે.

ભાજપના પ્રવક્તાએ ક્હ્યુ છે કે રાહુલ ગાંધી અને થરુર પોતાના વાંધાજનક નિવેદનો માટે માફી માંગે. તેની સાથે તેઓ સ્પષ્ટતા પણ કરે કે આખરે તેઓ આવા નિવેદનો શા માટે કરી રહ્યા છે?  કોંગ્રેસનો અર્થ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હોવાનું સ્પષ્ટપણે કેમ કહેવામાં આવતું નથી?

સંબિત પાત્રાએ કહ્યુ છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે નફરતને કારણે એક નકલી રિપોર્ટ ટ્વિટ કર્યો હતો અને તેમા કહેવામાં આવ્યું હતું કે ભારત બળાત્કારના મામલામાં સીરિયા અને અફઘાનિસ્તાનથી પણ ઉતરતું છે અને હવે કોંગ્રેસ કહી રહી છે કે ભારત હિંદુ પાકિસ્તાન બની જશે.

Related posts

સુરતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ભારે પવન સાથે વરસ્યો મેહુલ્યો

pratik shah

પ્રિયંકા-દીપિકા બાદ ત્રીજા સ્થાને આવી ગઈ શ્રદ્ધા કપૂર, આ મામલે હિરોને મુકી દીધા પાછળ

Arohi

સલમાન ખાનની ફિલ્મનું વિદેશમાં શૂટિંગ થયું રદ્દ, આ કારણે 10 દિવસ સ્ટુડિયોમાં જ કરવું પડશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!