GSTV

મતબેંક/ દારૂ-જુગાર મહેફિલમાંથી પકડાયેલા MLA મામલે ભાજપ મૌન : પાટીલે પણ ચૂપકીદી સેવી, આ સમાજ નારાજ થવાનો લાગ્યો ડર

Last Updated on July 19, 2021 by Vishvesh Dave

હાલોલના શિવરાજપુર નજીક આવેલાં જીમીરા રિસોર્ટમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા પોલીસે પકડી પાડયા હતાં જેથી ભાજપની રાજકીય આબરૂનું ધોવાણ થયું હતું. શિસ્તબદ્ધ ગણાતા પક્ષ ભાજપે આ આખાય પ્રકરણમાં મૌન સેવ્યું છે પરિણામે કમલમમાં ગણગણાટ શરૂ થયો છે.

ચર્ચા એવી છેકે, ભાજપના જ ઓબીસી મંત્રી -નેતાઓના રાજકીય દબાણ સામે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઝૂક્યાં છે. આ કારણોસર ધારાસભ્ય કેસરીસિંહ સામે પક્ષીય કાર્યવાહી કરવાનું જ માંડી વાળ્યું છે.

શિવરાજપુર તલાવડી રોડ પર આવેલાં જીમીરા રિસોર્ટમાં દારૂ જુગારની મહેફિલની સાથોસાથ કેસીનો સ્ટાઇલથી જુગાર રમાઇ રહ્યો છે તેવી બાતમી મળતા જ પોલીસે દરોડો પાડયો હતો જયાં જુગારીઓ પકડાયા હતાં જેમાં ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પણ હતા. આ ઘટના બાદ ભાજપની રાજકીય પ્રતિષ્ઠા સામે સવાલો સર્જાયા હતાં.

સૂત્રોના મતે, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામે પક્ષીય કાર્યવાહી કરવા ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ તલપાપડ હતાં કેમ કે, આ જ કેસરીસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી સાથે હાથ મિલાવી ક્રોસ વોટિંગની ફિરાકમાં હતાં પણ આ વાતની ભાજપને ગંધ આવી જતાં સમગ્ર વાત પરદો ઉઠી ગયો હતો ત્યાર બાદ કેસરીસિંહ ભાજપના રડારમાં રહ્યા છે. જોકે, કેસરીસિંહ સોલંકીએ પણ ભાજપના વગદાર ઓબીસી નેતાઓને મળી રાજકીય દબાણ ઉભું કર્યું હતું.

ધારાસભ્ય કેસરીસિહ સામે પક્ષીય કાર્યવાહી થાય તે પહેલાં ભાજપના જ ઓબીસી મંત્રી-નેતાઓની ગુપ્ત બેઠક યોજાઇ હતી. એટલું જ નહીં, ઓબીસી નેતાઓએ એવા સવાલો ઉઠાવ્યા હતાં કે, કેટલાંક નેતાઓ પણ આવી પ્રવૃતિ સાથે સંકળાયેલાં છે તો શા માટે પગલાં ભરતા નથી. માત્ર ઓબીસી ધારાસભ્યને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઓબીસી નેતાઓના દબાણને લીધે હાલ પુરતુ ભાજપે જ આ આખાય પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દીધું છે. આ બધીય રાજકીય ગતિવિધી વધતા સી.આર.પાટીલે આ મામલે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. નહિતર ઓબીસી-ઠાકોર સમાજની નારાજગી વ્હોરવી પડે તેમ છે. આ જોતાં પાટીલે ઓબીસી-ઠાકોર નેતાઓના દબાણ સામે ઝુકવા મજબુર થવું પડયું છે.

ALSO READ

Related posts

પંજાબ કોંગ્રેસમાં ખટરાગ / પૂર્વ સીએમએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને ગણાવ્યા ‘અનુભવ વગરના બાળકો’

Pritesh Mehta

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!