એક્ટિંગ બાદ રાજનીતિમાં પ્રદર્શન બતાવશે અક્ષય ખન્ના, આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

Akshaye Khanna

પંજાબમાં ભાજપ પોતાના જૂના સહયોગી પક્ષ શિરોમણી અકાલી દળની સાથે મળીને લોકસભા ચૂંટણી લડી રહી છે. રાજ્યની 2 લોકસભા બેઠકો પર અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે. ગઠબંધનમાં ચૂંટણી લડી રહેલી ભાજપની 3 બેઠકો પર પોતાના ઉમેદવાર નક્કી કરવાના છે. જેમાંથી બે બેઠકો ગુરૂદાસપુર અને હોશિયારપુરને લઇને પાર્ટી અત્યાર સુધી ઉમેદવાર નક્કી કરવામાં ઉણી ઉતરી છે.

ગુરૂદાસપુર બેઠક વિનોદ ખન્નાના નિધન બાદ પાર્ટીએ સ્વર્ણ સલારીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો હતો, પરંતુ તેના પરાજય બાદ હવે પાર્ટી કોઈ મોટા ચહેરાન આ બેઠક પરથી ઉતારવા માંગે છે. આ બેઠક પર અત્યારે કોંગ્રેસના સુનીલ જાખડ સાંસદ છે. ઈન્ડિયન એક્સપ્રેસની રીપોર્ટ મુજબ, ભાજપ હવે વિનોદ ખન્નાની પત્ની કવિતા ખન્ના અથવા પછી તેના પુત્ર અક્ષય ખન્નાને ટીકિટ આપવા અંગે વિચાર કરી રહી છે.

વિનોદ ખન્ના ચાર વખત ગુરૂદાસપુર બેઠક પરથી સાંસદ રહ્યાં. ગુરૂદાસપુરના લોકોની વચ્ચે તેઓ આજે પણ લોકપ્રિય છે. વિનોદ ખન્નાના મૃત્યુ બાદ તેમની પત્ની કવિતા ખન્નાને ચૂંટણી મેદાનમાં ના ઉતારવાથી તેઓ પાર્ટીથી નારાજ હતાં. ફેબ્રુઆરીમાં ગુરૂદાસપુર રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિનોદ ખન્નાના નામનો ઉલ્લેખ વ્યાપક રીતે કર્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ, ભાજપના એક નેતાએ કહ્યું, ‘જો કવિતા ખન્નાને કોઈ પરેશાની ના હોય તો અક્ષય ખન્નાને અહીંથી ઉમેદવાર બનાવવામાં આવશે. અક્ષય ખન્નાને બૉલીવુડ અભિનેતાની છબિથી ફાયદો થઈ શકે છે અને તેઓ જાખડ માટે કડક ચેલેન્જ બનશે.’

ઉલ્લેખનીય છે કે વિનોદ ખન્નાએ 1998માં પ્રથમ વખત ગુરૂદાસપુરની ચૂંટણી જીતી હતી. 1999, 2004 અને 2014માં પણ વિનોદ ખન્ના આ બેઠક પરથી જીત પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં. 2009માં વિનોદ ખન્નાને પ્રતાપસિંહ બાજવાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter