GSTV

પવારના ‘પાવર’ સામે ભાજપ અને શિવસેના મહાયુતિને આંચકો, જનતાએ ખોલ્યું ત્રીજું નેત્ર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના આવેલા પરિણામ જોતા જનતાએ પોતાનો કિંગ મેકર મિજાજ બતાવ્યો છે. શાસક પક્ષ ભાજપ-શિવસેના મહાયુતિને મોટી ચેતવણી સાથે આંચકો આપ્યો છે. મતદાન અગાઉ ભાજપ-શિવસેનાને ૨૦૦થી વધુ બેઠક મળે એવો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસ-એનસીપીને માંડ-માંડ બન્ને મળીને ૨૦ થી ૪૦ બેઠક મળે એવો હુંકાર કરવામાં આવ્યો હતો. જો કે આજે જાહેર થયેલા પરિણામોએ ભાજપ-શિવસેના મહાયુતિને ૧૬૦નો આંકડો પાર કરવા દીધો નથી. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ-એન.સી.પી.એ ૯૯ બેઠક મેળવીને મોટી હરણ ફાળ મેળવી છે.એન.સી.પી.ના વડા શરદ પવાર રાજકીય શતરંજના અઠંગ ખેલાડી હોવાનું સાબિત થયું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમીત શાહે રાજ્યમાં અનેક સભાઓ ગજવી હોવા છતાં જનતાએ પોતાનું ત્રીજુ નેત્ર ખોલીને નારાજગી દર્શાવી છે.

આજે બહાર આવેલા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામને ભાજપને ૧૦૪, શિવસેનાને ૫૭, કોંગ્રેસ ૪૩, એન.સી.પી.-૫૪, મનસે-૧, એમ.આઈ.એમ.ની બેઠક અને અન્ય ૨૭નો સમાવેશ થાય છે. આ પરિણામમાં દેવેન્દ્ર ફડણવીસના અડધો ડઝનથી વધુ પ્રધાનો પરાજિત થયા છે.ગયા વખતે વર્ષ ૨૦૧૪માં શિવસેના-ભાજપ અલગ અલગ ચૂંટણી લડયા હતા. એમાં ભાજપે ૧૨૨ બેઠક અને શિવસેનાએ ૬૩ બેઠક હાંસલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા જે મતદાર ક્ષેત્રમાં આયોજિત કરવામાં આવે તે પૂર્વે ભાજપ દ્વારા ખૂબજ તૈયારી અને અભ્યાસ કરાય છે. નરેન્દ્ર મોદી જે ઠેકાણે સભા યોજે તે ઠેકાણે ઉમેદવારો સહજ પણે જીતી જાય છે. પણ આ વેળા માત્ર નરેન્દ્ર મોદીએ સભા કરી તે રાજ્યના વર્તમાન વિધાનસભ્ય પંકજા મુંડે અને લોકસભાની પેટાચૂંટણીમાં ઉદયરાજે ભોંસલે કારમો પરાજય સ્વીકારવો પડયો છે. આથી ભાજપની ચૂંટણીની રણનીતિએ તેને સફળતા આપી નથી. એવી ચર્ચા રાજકીય વર્તુળમાં છે.ભાજપ માટે આ મોટો આંચકો છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ને મતદાર ક્ષેત્રમાં પ્રચાર સભા યોજી હતી. પરલીમાં પંકજા મુંડે અને સાતારામાં ઉદયનરાજે ભોંસલે માટેની સભાનો સમાવેશ થાય છે.

આ વખતે ચૂંટણીમાં ભાજપે સ્થાનિક સમસ્યા, મોંઘવારી કે વિકાસના કામને બદલે જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવી તેના ગુણગાન ગાયા હતા. અને વિપક્ષો પર ટીકાની ઝડી વરસાવવામાં આવતી હતી. જ્યારે બીજી તરફ એન.સી.પી.ના વડા શરદ પવાર પ્રચાર સભાયોજીને ભાજપનો આગળ વધતો વિજય રથ અટકાવ્યો હતો. તેઓ અહોરાત ચૂંટણીના પ્રચારમાં જંપલાવીને આજે આવેલા પરિણામ જોતા રાજકારણમાં તેઓ અઢંગ ખેલાડી સાબીત થયા છે.

બીજી તરફ શિવસેના-ભાજપે કોંગ્રેસ-એન.સી.પી.ના નેતાઓને પક્ષ પલ્ટો કરવાની પોતાના પક્ષમાં પ્રવેશ કરાવ્યા હતા અને ૩૫ પક્ષ પલ્ટો કરનારા પૈકી ૧૯ જણને જનતાએ સ્વીકાર્યા ન હતા. આ સિવાય જનતાએ પોતાનો મિજાજ નોટાનો મત આપીને બતાવ્યો હતો. આ વખતે ખૂબજ મોટી સંખ્યામાં નોટા માં મત પડયા છે. આ સિવાય શિવસેના-ભાજપમાં બળવાખોરનું પ્રમાણ વધી ગયુ હતું. અસંતુષ્ટોએ બળવો કરીને ચૂંટણીના મેદાનમાં ઉતરીને ભાજપને મોટો ફટકો સુદ્ધા આપ્યો છે.

વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેના પક્ષ ઉદ્ધવ ઠાકરે ભાજપને સત્તા માટેની ફોર્મ્યુલાની યાદ કરાવી હતી. લોકસભાની ચૂંટણી વેળા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ માતોશ્રી આવીને ૫૦-૫૦ સૂત્ર નક્કી કર્યું હતું. આ સૂત્ર છુપાયું નથી. વિધાનસભાની બેઠકમાં આ સૂત્ર પાળ્યું નથી. હવે ભાજપને ફરી સત્તા સ્થાપવા માટે શિવસેના સિવાય વિકલ્પ ન હોવાથી ઉદ્ધવ ઠાકરેએ સત્તામાં ૫૦-૫૦ ટકાની ફોર્મ્યુલા અનુસાર વર્તવા ભાજપને કહ્યું છે. હવે આ સૂત્ર મુજબ વર્તુળ જરૂરી છે. મારે મારો પક્ષ ચલાવવાનો છે. અને આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાના મુદ્દે પ્રત્યુતર આપવાનું ટાળ્યું હતું. પરંતુ શિવસેના સત્તા સ્થાપવામાં ઉતાવળ નથી.

કોંગ્રેસ-એન.સી.પી.ના અમુક નેતા શિવસેનાને સમર્થન આપવાની ભૂમિકા લીધી છે. પરંતુ આ ઓફર  મે ફગાવી દીધી હોવાનું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.મહારાષ્ટ્રની જનતાએ આપેલા આશીર્વાદને માન્ય રાખુ છું. જનાદેશે બધાની આંખ ખોલી દીધી છે. ફૂલે-શાહૂ આંબેડકરના મહારાષ્ટ્રમાં આ પરિણામ અપેક્ષિત હોવાથી મતદારોએ લોકશાહી જીવંત રાખી છે. એમ કહીને ઉદ્ધવ ઠાકરેએ ભાજપને સંભળાવી દીધુ હતું.

READ ALSO


Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!