GSTV
Home » News » મહારાષ્ટ્રમાં મડાગાંઠ : અમિત શાહ 26મીએ પહોંચશે મુંબઈ, ઠાકરે સાથે કરશે બેઠક

મહારાષ્ટ્રમાં મડાગાંઠ : અમિત શાહ 26મીએ પહોંચશે મુંબઈ, ઠાકરે સાથે કરશે બેઠક

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે મડાગાંઠ સર્જાઇ છે. ત્યારે 26 સપ્ટેમ્બરના રોજ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે અંતિમ મહોર લાગે તેવી શક્યતા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ 26 સપ્ટેમ્બરે મુંબઇની મુલાકાત લઇ શકે છે.

આ દરમ્યાન તેઓ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરે તેવી શક્યતા છે. અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની બેઠકમાં ગઠબંધનમાં બેઠક વહેંચીની ફોર્મ્યુલા નક્કી થઇ શકે છે. બીજી તરફ શિવસેનાએ બેઠકોની વહેંચણીની સરખામણી ભારત અને પાકિસ્તાનના ભાગલા સાથે સરખાવી છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે ભાજપ અને શિવસેના વચ્ચે 288 બેઠકોની વહેંચણી એ ભારત અને પાકિસ્તાનના ભાગલા કરતા પણ વધુ ભયંકર છે.

Read Also

Related posts

વિક્રમ લેન્ડર મામલે આવી નવી ખુશખબર, અમેરિકાએ આપ્યા આ સમાચાર

Mansi Patel

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!