GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

11મી માર્ચે ભાજપનું શક્તિ પ્રદર્શન : 12મીએ મોદી ખેલમહાકુંભનો આરંભ કરાવશે, હવે મોદી નાખશે ગુજરાતમાં ધામા

મોદી

ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઇ છે. 10મી માર્ચે પરિણામ જાહેર થશે. ચૂંટણી પૂર્ણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છુક છે. તે જોતાં વડાપ્રધાનના ગુજરાતના આંટાફેરા વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં મિશન-182નો લક્ષ્યાંક પૂર્ણ કરવા વડાપ્રધાન ખુદ ગુજરાતનો મોરચો સંભાળશે તેવું જાણવા મળ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે. વર્ષ 2017માં મજબૂત સ્થિતી હોવા છતાંય ભાજપને ફાળે માંડ 99 બેઠકો ગઇ હતી. કોંગ્રેસના કેટલાંય ધારાસભ્યોને પક્ષપલટો કરાવ્યા બાદ હવે આંકડો 118 સુધી પહોંચ્યો છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છેકે, ભાજપની રાજકીય સ્થિતી સારી નથી.

ભાજપમાં આંતરિક ખટરાગ ચરમસીમાએ છે. રૂપાણી સરકારની અચાનક વિદાય બાદ કેટલાંય નેતાઓ હાલ ભારોભાર નારાજ છે જેનાથી પ્રદેશ નહી, કેન્દ્રીય નેતાગીરી પણ વાકેફ છે. જો આ સ્થિતિ રહી તો, ભાજપને આ વખતે ય નુકશાન થઇ શકે છે. આ સંજોગોમાં ખુદ નરેન્દ્ર મોદી જ મોરચો સંભાળે તેમ છે.

સૂત્રોના મતે, ચૂંટણીને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારને વિવિધ પ્રજાલક્ષી યોજનાના ઉદઘાટન, લોકાપર્ણ, ખાત મુહુર્ત સહિતના કાર્યક્રમો ઘડવા આદેશ અપાયો છે. દર મહિને બે- ત્રણ કાર્યક્રમ ગોઠવવામાં આવશે તેમાં વડાપ્રધાન જ નહીં, કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. પુરૂષોતમ રૂપાલા, મનસુખ માંડવિયા સહિતના કેન્દ્રીય મંત્રીઓને ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં અંડિગા જમાવશે.

મોદી

માર્ચના અંતિમ સપ્તાહ બાદ ચૂંટણીલક્ષી કામગીરીને વધુ વેંગવંતી બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત ગુજરાતનુ નવુ બજેટ વિધાનસભામાં રજૂ થઇ ચુક્યુ છે ત્યારે બજેટનો ય ઝડપથી અમલ થાય તે દિશામાં સરકારને સુચના આપી દેવામાં આવી છે. આમ, ભાજપ પુન સરકાર બનાવે તે માટે અત્યારથી તૈયારી કરાઇ છે.

11મી માર્ચે ભાજપનું શક્તિ પ્રદર્શન : 12મીએ મોદી ખેલમહાકુંભનો આરંભ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં નવરંગપુરા સ્ટેડિયમમાં આયોજીત ખેલ મહાકુંભનો મોદી પ્રારંભ કરાવશે. આ ઉપરાંત રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં દિક્ષાત સમારોહમાં ય હાજરી આપશે. સાથે સાથે નરેન્દ્ર મોદીના હસ્તે રિવરફ્રન્ટ પર સ્પોર્ટસ કોમ્પેલેક્ષ ઉપરાંત પશ્ચિમ-પૂર્વને જોડતાં વોક-વેનું ય લોકાપર્ણ કરશે.

વિધાનસભાની ચૂંટણીને પગલે 11મી માર્ચે નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મારૂ ગામ,મારૂ ગુજરાતના નામથી ચૂટાયેલાં જનપ્રતિનિધિઓને સંબોધશે. ભાજપે એક લાખ લોકોને એકઠા કરવાનુ નક્કી કર્યુ છે. નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં ભાજપ વિરાટ શક્તિ પ્રદર્શન કરશે અને ચૂંટણીનો શંખનાદ ફૂંકશે.

Read Also

Related posts

મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી

Bansari Gohel

રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત

Bansari Gohel

ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત

Bansari Gohel
GSTV