GSTV
Home » News » PM મોદીના આ 7 વાયદાઓ જેની સામે રાહુલ ગાંધીના 72,000 હજારને પણ લોકોએ ઠુકરાવી નાખ્યા

PM મોદીના આ 7 વાયદાઓ જેની સામે રાહુલ ગાંધીના 72,000 હજારને પણ લોકોએ ઠુકરાવી નાખ્યા

sankalp patra bjp

2019 ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસનો જુનો ચૂંટણી પ્રચાર ન્યાય NYAY સ્કીમ પર કોન્દ્રિત હતો. પાર્ટીની આ સ્કીમની ઘોષણા હેઠળ વાયદો કરવામાં આવ્યો હતો કે તે ગરીબો માટે વાર્ષિક 72000 રૂપિયા નક્કી કર્યા હતા. પરંતુ એક્ઝિટ પોલના આંકડા અનુસાર એવુ લાગી રહ્યું છે કે મતદાતા આ યોજનાથી પ્રભાવિત ન થયા.

એક્ઝિટ પોલ અનુસાર ગરીબી રેખાથી નીચેના વર્ગના 45 ટકા પરિવારોને બીજેપી ગઠબંધનનું સમર્થન કર્યુ છે. જ્યારે આ વર્ગના 27 ટકા પરિવારોએ કોંગ્રેસનું સમર્થન કર્યુ છે. ગરીબ પરિવારોથી અલગ હટીને દરેક પ્રકારની ઉંમરના 40 ટકા મતદાતાઓએ બીજેપી ગઠબંધનને સપોર્ટ કર્યું છે. ત્યાંર બાદ કોંગ્રેસ અને અન્ય દળોને દરેક ઉંમરના મતદાતાઓનું સમર્થન મેળવ્યું. જનતાની સામે એક તરફ કોંગ્રેસના ન્યાય સ્કીમથી અને બીજી તરફ બીજેપીનો સંકલ્પ પત્ર. એક્ઝિટ પોલના અનુમાનથી લાગે છે કે જનતાને બીજેપીના સંકલ્પ-પત્રની સાથે જવાનો નિર્ણય કરી લીધો છે.

ખેડૂતો માટે વાયદા

દેશના દરેક ખેડૂતને કિસાન સન્માન નિધિનો લાભ આપવામાં આવશે. નાના અને સીમાંત ખેડૂતો માટે પણ પેન્શનની સુવિધા શરૂ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર મળનાર એક લાખ રૂપિયા સુધીની લોન 5 વર્ષ સુધી વ્યાજ રહીત રહેશે.

વેપારીઓને વાયદા

60 વર્ષથી વધુ ઉંમર વાળા નાના દુકાનદારો અને વેપારીઓ માટે  પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવશે. ખેડૂત કાર્ડના આધારે વેપારી કાર્ડ લોન્ચ કરવામાં આવશે. વેપારીઓ અને સકરાકની વચ્ચે સારા તાલમેલ માટે રાષ્ટ્રીય વ્યાપાર આયોગનું ગઠન કરવામાં આવશે.

શિક્ષા ક્ષેત્રમાં બદલાવનો વાયદો

મોદી સરકારે સંકલ્પ પત્રમાં કહ્યું કે જો સરકાર પાછી આવે તો મેનેજમેન્ટ, એન્જિન્યરિંગ અને લો કોલેજમાં સીટોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થાનોમાં ચાર વર્ષનો કોર્ષ હશે. જે સ્કૂલોના શિક્ષકોમાં ગુણવત્તાનું માપદંડ નક્કી કરશે. 2024 સુધી કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય જેવી 200 વધુ સ્કૂલ હશે. કેન્દ્રીય શિક્ષણ સંસ્થાનોમાં ઓછામાં ઓછી 50 ટકા સીટ વધારવા માટે પગલા ભરવામાં આવશે.

આતંકવાદ પર ઝીરો ટોલરન્સ

રાષ્ટ્રવાદને લઈને સરકાર પ્રતિબદ્ધ રહેશે અને આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની પોલિસી અપનાવશે. સત્તામાં ફરી વખત આવવા પર જમ્મુ કાશ્મીરમાં ઘારા 370 અને 35Aને ખતમ કરી દેવામાં આવશે અને સમાન નાગરિક સંહિતાને લાગુ કરવામાં આવશે.

ત્રિપલ તલાકનો સંકલ્પ પત્રમાં ઉલ્લેખ

ત્રિપલ તલાકના વિરુદ્ધ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મોદી સરકાર ત્રિપલ તલાકને લઈને ગયા દિવસોમાં ખૂબ સક્રિય જોવા મળી હતી. સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાના પ્રયત્નો પણ ચાલું છે.

રામ મંદિરને લઈને પહેલનો પ્રયત્ન

સરકારની તરફથી રામ મંદિર પર દરેક સંભાવનાઓને તલાશવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે. જલ્દીમાં જલ્દી મંદિર નિર્માણનો પ્રયત્ન કરવામાં આવશે. લોકોને પણ ખબર છે કે હાલમાં મામલો સુપ્રીમ કોર્ટમાં છે.

દરેક પરિવારને ઘર આપવાનો વાયદો

સંકલ્પ પત્રમાં બીજેપીએ સરકારમાં વાપસી બાદ દરેક પરિવારને પાક્કું મકાન આપવાની દિશામાં ઝડપી કામ કરવાનો વાયદો કર્યો છે. વધુમાં વધુ ગ્રામીણ પરિવારોને એલપીજી કનેક્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. આયુષ્માન ભારત યોજના હેઠળ દોઢ લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખોલવામાં આવશે.

Read Also

Related posts

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah

લો બોલો ! બિહારમાં ચમકી તાવના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીને મેચનો સ્કોર જાણવામાં રસ

Path Shah

રાજયસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 18 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે, 28 જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!