GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

આવતીકાલે BJPનાં કાર્યકારી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં રહેશે હાજર

ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર ખાતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, આવતીકાલે તારીખ 19 જુલાઇ, 2019 શુક્રવારના રોજ ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તથા ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર કરાશે ભવ્ય સ્વાગત

વાઘાણીએ જણાવ્યુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ સહિત ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ આવતીકાલે બપોરે 3.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે જે.પી.નડ્ડાનું સ્વાગત-અભિવાદન કરશે.

BJPનાં કાર્યકારી પ્રમુખ આ કાર્યક્રમોમાં રહેશે હાજર

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં આવતીકાલે બપોરે 4.00 વાગ્યાથી ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે વિવિધ પ્રકારની બેઠકો યોજાશે. જેમાં, ભાજપા પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક તથા સહસંયોજકશ્રી, પ્રદેશ અગ્રણીશ્રીઓ, ભાજપાના વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રદેશ પ્રભારી તથા પ્રમુખઓ, તમામ ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ તથા વિવિધ બોર્ડ/નિગમના ચેરમેન-ડે.ચેરમેનઓ ઉપસ્થિત રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરશે

ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા તારીખ 20 જુલાઇ, 2019ના રોજ નર્મદા ડેમ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ની મુલાકાત કરશે. ત્યાં મધ્ય ગુજરાતના ભાજપાના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાનું સ્વાગત તથા અભિવાદન કરશે.

READ ALSO

Related posts

કોરોના મહામારીમાં નોકરીની સુવર્ણ તક: 1.40 લાખ જગ્યાઓ છે ખાલી, આજે જ કરો અરજી

Pravin Makwana

મુંબઈમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Pravin Makwana

જમ્યા બાદ સસરા અવનીને બાજુમાં બેસાડી ન શોભે એવું કરતા અને ડૉક્ટર પતિ પ્રેમિકાને લઈને ફરતો..

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!