GSTV

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Last Updated on June 22, 2021 by Pravin Makwana

બંગાળમાં મળેલી ભૂંડી હાર બાદ પીએમ મોદી અને અમિત શાહની જોડીને માથે મોટુ સંકટ આવ્યુ છે. ભાજપ શાસિત રાજ્યોમાં જે વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે, તેના કારણે દિલ્હી દરબારમાં ચિંતાના વાદળો છવાયા છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે, હિન્દી ભાષી રાજ્યો નહીં પણ આ વિરોધ હવે દક્ષિણ સુધી પહોંચી ગયો છે.

યોગી

યુપીમાં જે માહોલ છે, તે જગજાહેર છે. સીએમ યોગી આદિત્યનાથ દિલ્હીમાં આવીને પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ સાથે મુલાકાત કરી ગયા. કેન્દ્રની ટીમ લખનઉમાં અડ્ડો બનાવીને બેઠી છે. તેમ છતાં પણ કોઈ રસ્તો દેખાતો નથી. મોદી શાહની સૌથી મોટી મુશ્કેલી એ છેકે, યોગી તેમના માટે એક પડકાર બનતા જઈ રહ્યા છે. સૂત્રોનું તો ત્યાં સુધી કહેવુ છે કે, યોગી ફરી એક વાર જીત્યા તો મોદી માટે મોટો ખતરો ઊભો થસે. કારણ કે હિન્દુ નેતા તરીકે યોગી આ સમયે ભાજપનો સૌથી લોકપ્રિય ચહેરો છે. કેન્દ્રીય નેતૃત્વને યુપીમાં ઘૂસવાની તમામ કોશિશો તે ફેલ કરી રહ્યા છે.

ચિંતાનું કારણ આજ નથી, કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા પણ કેન્દ્રીય નેતૃત્વને આંખ દેખાડી રહ્યા છે. ત્યાં પણ એક જૂથ તેમની વિરોધમાં આવી ગયુ છે. કેન્દ્રીય નેતૃત્વ ઈચ્છે તો પણ કંઈ કરી શકે તેમ નથી. કારણ કે સીએમ લિંગાયત સમુદાયના સૌથી મોટા નેતા છે. કર્ણાટક ભાજપ માટે સૌથી અગત્યનું એટલા માટે પણ છે કેમ કે દક્ષિણનું એક માત્ર રાજ્ય છે, જ્યાં ભાજપ પોતાના દમ પર ઊભી છે.

ગુજરાત

પીએમ મોદીની ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ હાલત કંઈક આવી જ છે. સીએમ વિજય રૂપાણી અને પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટિલ વચ્ચે સખળડખલ ચાલી રહ્યુ છે. પાટિલને મોદીના નજીકના માનવામાં આવે છે. કોરોના મામલે સીએમ સાથે તેમને થયેલી ખેંચતાણ જગજાહેર છે. કેન્દ્રીય નેતૃત્વ માટે આ મુદ્દો સૌથી મોટો ચિંતાનો વિષય છે.આ બંનેની ખેંચતાણમાં નીતિન પટેલ પોતાના માટે જગ્યા ફિટ કરવાનો મોકો શોધી રહ્યા છે. સીએમ બનવા માટે રાહ જોઈને બેઠા છે.

આ બાજૂ ગોવામાં પણ ભાજપ નેતા અને સીએમ પ્રમોદ સાવંત વિરુદ્ધ તેમની જ કેબિનેટે મોર્ચો ખોલ્યો છે. ગોવામાં પણ ઉત્તર પ્રદેશની સાથે આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રએ અહીં હાલત સુધારવા માટે બીએસ સંતોષને જવાબદારી આપી છે. પરિણામ જોવા જેવા આવશે.

બંગાળમાં મળેલી હાર બાદ ભાજપ ઈચ્છે તો પણ પોતાના નારાજ નેતાઓને મનાવી શકી નથી. ત્રિપુરામાં પણ હાલત કાબૂ બહાર જઈ રહી છે. મધ્ય પ્રદેશમાં પણ સ્થિતી યોગ્ય નથી. બંગાળમાં ઊંઘા માથે પટકાયેલા વિજયવર્ગિય માટે કહેવાય છે કે, સીએમ શિવરાજને હટાવી તેઓ મુખ્યમંત્રી બનવાના જૂગાડમાં લાગ્યા છે. જો કે, આ તમામ બાબતો ભલે હોય તેમ છતાં ભાજપના નેતાઓ બિંદાસ છે કેમ કે તેમની પાસે સૌથી લોકપ્રિય ચહેરો પીએમ મોદી છે. ચૂંટણી જીતવા માટે મોદી એકલા કાફી છે.

READ ALSO

Related posts

અર્જુનભાઈ મોઢવાડિયાનો શિક્ષણમંત્રીને પત્ર: વિદ્યાસહાયકોની ભરતી અને TET પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવાની કરવા રજૂઆત

Pravin Makwana

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!