GSTV
Home » News » હરિયાણાનો મહાસંગ્રામ : ચૌટાલા અને હુડ્ડાને હરાવવા ભાજપે મૂક્યો ખટ્ટર પર ભરોસો

હરિયાણાનો મહાસંગ્રામ : ચૌટાલા અને હુડ્ડાને હરાવવા ભાજપે મૂક્યો ખટ્ટર પર ભરોસો

હરિયાણામાં પણ વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન થતા ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા બહુમતી પ્રાપ્ત કરી હતી. ત્યારે કોંગ્રેસે આ વખતે ફરી એકવાર ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને કમાન સોંપીને દાવ ખેલ્યો છે.

હરિયાણામાં છેલ્લા 20 વર્ષમાં ઇનેલો એટલે કે ઇન્ડિયન નેશનલ લોકદળ, કોંગ્રેસ અને ભાજપની સરકારો રહી. આ વખતે સ્થિતિ બદલાયેલી છે. ઇનેલો પારિવારિક કંકાશનો સામનો કરી રહી છે. ચૌટાલા પરિવાર બે ભાગમાં વહેચાઇ ગયો છે. ત્યારે કોંગ્રેસની કમાન ફરી એકવાર ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના જૂથ પાસે આવી છે. કોંગ્રેસનો સીધો મુકાબલો સત્તાધારી ભાજપ સામે છે.

ભાજપ 2000થી 2009ની વચ્ચે માત્ર 2થી 6 બેઠક વચ્ચે સિમિત રહ્યું હતુ. પરંતુ 2014ની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે બહુમતી મેળવીને સૌ કોઇને ચોંકાવી દીધા હતા.

તેવામાં ભાજપ પણ ફરી એકવાર જીતનો પરચમ લહેરાવવાના ઇરાદા સાથે ચૂંટણી જંગમાં ઉતરશે. જ્યારે કે કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા આંચકી લેવાનો પ્રયાસ કરશે. લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસ પાર્ટી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સારૂ પર્ફોમન્સ કરવા ઇચ્છશે.

2014ની ચૂંટણીમાં 90 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપે 47 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કે કોંગ્રેસના ખાતામાં 15 બેઠક ગઇ. INLDને 19 બેઠક મળી. હરિયાણા જનહિત કોંગ્રેસના ખાતામાં બે બેઠક આવી. બીએસપી અને અકાલી દળને 1-1 બેઠક મળી હતી. જ્યારે કે અપક્ષના ફાળે પાંચ બેઠક આવી હતી.

ભાજપે જીતનો શહેરો મનોહલલાલ ખટ્ટરના માથે બાંધ્યો અને તેમને સીએમ પદની ગાદી સોંપી. 2019માં પણ ભાજપે મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં જ ચૂંટણી લડી રહ્યું છે. ભાજપનો મુકાબલો કરવામાં આ સમયે વિપક્ષ ઘણું નબળું જણાઇ રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં 60 ટકા મત સાથે તમામ 10 લોકસભા બેઠકો પર કબ્જો જમાવ્યો હતો.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!