GSTV

તેલંગાણામાં ભાજપની TRSને ઓફર, ઓવૈસીને મુકીને આવો આપણે સરકાર…

Last Updated on December 9, 2018 by

તેલંગાણામાં વિધાનસભાની 119 બેઠકો માટે 7મી ડિસેમ્બરે વોટિંગ થયા બાદ હવે અગિયારમી ડિસેમ્બરે પરિણામની રાહ જોવાઈ રહી છે. વોટિંગ બાદ આવેલા એગ્ઝિટ પોલ્સના અનુમાનોમાં તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બહુમતી મળતી દેખાઈ રહી છે. જો કે ભાજપ ખુદને હજી પણ તેલંગાણામાં સત્તાની દોડમાં અગ્રેસર માની રહી છે. તેલંગાણા ભાજપે કે.ચંદ્રશેખરરાવને પ્રસ્તાવ આપ્યો છે કે જો TRS અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનનો સાથ લેવાનો નિર્ણય છોડી દેશે. તો ભાજપ તેમની સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે.

એક્ઝિટ પોલ્સના અનુમાનો મુજબ તેલંગાણામાં ટીઆરએસને 67, કોંગ્રેસ અને અન્યના ગઠબંધનને 39, ભાજપને પાંચ અને અન્યા ખાતામાં આઠ બેઠકો જવાનું અનુમાન છે. તેલંગાણા ભાજપના પ્રદેશ પ્રમુખ કે. લક્ષ્મણે દાવો કર્યો છે કે રાજ્યમાં હાલની સ્થિતિ એવી છે કે કોઈપણ પક્ષ ભાજપના ટેકા વગર સરકાર બનાવી શકશે નહીં. તેવા સંજોગોમાં કેસીઆર બહુમતીથી દૂર રહેશે, તો ભાજપ ટીઆરએસને સમર્થન આપે તેવી શક્યતા છે. પરંતુ તેના માટે કેસીઆરએ ઓવૈસીના સાથનો મોહ છોડવો પડશે.

Related posts

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!