GSTV
Home » News » ગાંધીનગરમાં અમિત શાહના રોડ શોને ભવ્યાતિભવ્ય બનાવવા ભાજપની તાડામાર તૈયારીઓ

ગાંધીનગરમાં અમિત શાહના રોડ શોને ભવ્યાતિભવ્ય બનાવવા ભાજપની તાડામાર તૈયારીઓ

Amit Shah road show

ગુજરાતની હાઈ પ્રોફાઈલ એવી ગાંધીનગર બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના દિવસે અમિત શા મેગા રોડ-શો કરવાના છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠકથી લોકસભા ચૂંટણી લડવાના છે. અને 30 માર્ચે રોડ શો કરીને ઉમેદવારી પત્ર ભરવાના છે. ત્યારે આ રોડ શોને ભવ્યાતિભવ્ય બનાવવા ભાજપે તૈયારીઓ કરી છે.

અમિત શાહના ઉમેદવારી પત્ર ભરતા સમયે પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અને ભાજપના સાથી પક્ષોના નેતાઓ સામેલ થશે. એટલે કે ગૃહપ્રધાન રાજનાથસિંહ, નીતિન ગડકરી, પ્રકાશસિંહ બાદલ, ઉદ્ધવ ઠાકરે રોડ શોમાં સામેલ થવાના છે.

30 માર્ચે અમિત શાહ ચાર કિલોમીટરનો રોડ શો કરીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચવાના છે. ત્યારે આ રોડ-શોના સમગ્ર રૂટ પર સફાઈ અને સજાવવાની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને અમિત શાહના નિવાસ સ્થાન નારણપુરા ખાતે આવેલા ગાંધી અને સરદાર પટેલના સ્ટેચ્યુની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. તો આજે અમદાવાદ ભાજપના આગેવાનો સાથે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈને સમગ્ર વિસ્તારની પદયાત્રા કરીને જનસંપર્ક પણ કર્યો છે.

READ ALSO

Related posts

પાર્સલ બ્લાસ્ટ : ઉત્તર પ્રદેશથી પાર્સલ અમદાવાદ પરત આવી ગયું ત્યાં સુધી પોસ્ટ ઓફિસના અધિકારીઓ અજાણ

Nilesh Jethva

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

કોંગ્રેસ-JDSનો પ્લાન B તૈયાર, ભાજપના મિશનને આવી રીતે આપશે માત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!