GSTV
Ajab Gajab India News Trending

રાજસ્થાનમાં અત્યારે ભાજપના એવા નેતાના હાથમાં પાર્ટીની કમાન છે જે માત્ર 300 વોટથી હારી ગયા હતા, ભાજપે સોંપી છે મહત્ત્વની જવાબદારી

વર્ષ 2013 નો સમય હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં પોતાના જીતનાં તમામ રેકોર્ડ તોડ દીધા હતા. છતાં પણ એક સીટ એવી હતી જેની ખૂબ ચર્ચા થઈ હતી કારણ કે તેના ઉપર ભાજપ માત્ર 329 મતોથી હાર્યો હતો. અને તે હારે પણ અનેક નાટકીય રંગ ધારણ કર્યા હતા. જયપુર જિલ્લામાં આમેર વિધાનસભાની સીટ ઉપરથી ભાજપના નેતા સતીશ પુનિયા ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ માત્ર 329 મતથી હારી ગયા હતા.

વર્ષ 2018 માં આમેર સીટમાંથી સતીશ પુનિયા ફરીથી મેદાનમાં આવ્યા. ત્યારે તેઓ 13000 મતોથી જીત્યા હતા. આ વખતે તો ભાજપે પુનિયાને પાર્ટીની મહત્વની જવાબદારી સોંપી દીધી છે. સતીશ પુનિયા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમય કરતા રાજસ્થાન ભાજપના અધ્યક્ષ છે.

રાજકીય વિશ્લેષકો આ વાતને અત્યંત રસપ્રદ રીતે જોઈ રહ્યા છે. કારણકે એક વખત હારી જવું બીજી વખત જીતવું અને ત્રીજી વખત તો પાર્ટીના સર્વે સર્વ બની જવું ઘણું સંઘર્ષ વધ્યું હોઈ શકે છે.

1982 થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાઇને પોતાની રાજકીય કારકિર્દીની સફર કરતાં પુનિયા હાલમાં ભાજપમાં બધાના વિશ્વાસુ બની ગયા છે અને અત્યારે તો આગામી ચૂંટણીમાં સતીશ પુનિયા અત્યંત મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV