GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે કમર કસી, વર્તમાન ધારાસભ્યોની બેઠકોનો કરાવ્યો સર્વે: પરિણામ પછી અનેકના કપાઇ શકે છે પત્તા

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. જેના માટે તમામ પક્ષોએ કમર કસી લીધી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 150 પ્લસનો ટાર્ગેટ સેટ કર્યો છે. જેના માટે તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે. ત્યારે ભાજપે સર્વેની કામગીરી હાથ ધરી છે. ભાજપે ખાનગી ટીમ દ્વારા રાજકોટની 4 બેઠક ઉપર સર્વે કરાવ્યો છે. જેમા ધારાસભ્યના પરફોર્મન્સ પર 1થી 10 માર્ક્સ આપવામાં આવશે. સર્વેનો રિપોર્ટ દિલ્હી મોંકલવામાં આવશે અને તે મુજબ સેન્સ લેવામાં આવશે.

ભાજપ

વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરી છે. તેને લઈ ભાજપે રાજકોટની ચાર વિધાનસભાની બેઠકો પર સર્વે કરાવ્યો છે. ભાજપે વર્તમાન ધારાસભ્યોની બેઠકો પર સર્વે કરાવ્યો છે. જેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેમા ધારાસભ્યના પરફોર્મન્સ પર 1થી 10 માર્ક્સ આપવામાં આવશે. સર્વેનો રિપોર્ટ દિલ્હી મોંકલવામાં આવશે અને તે મુજબ સેન્સ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સર્વેની ટીમે ધારાસભ્યોના વિસ્તારના પાનના ગલ્લાવાળા, ધોબી, સલૂન અને ગૃહિણીઓ પાસેથી પ્રતિભાવો માંગ્યા છે. આ રિપોર્ટના આધારે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં આવશે. આ સર્વેના પરિણામથી અનેક ધારાસભ્યોનો પત્તો કપાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપ સામે કોંગ્રેસ જ પડકાર નથી. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી છે અને તડામાર તૈયારીઓ શરૂ કરી છે. રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું છે. તેથી આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે

Hardik Hingu

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk
GSTV