GSTV

બદલાયા સમીકરણોઃ 2015માં બહુમત માટે 4 સીટોથી વંચિત રહી ગયેલી કોંગ્રેસને રાજકોટવાસીઓએ 2021માં આપી ફક્ત 4 સીટો

રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 સીટોમાંથી 68 સીટો પર ભાજપનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસને ફક્ત 4 સીટો પર જ ખાતું ખોલાવવામાં સફળ રહી છે. વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં બહુમત મેળવવાથી ફક્ત 4 સીટો ઘટતી હતી. જેને રાજકોટ વાસીઓએ આ વખતે ફક્ત 4 સીટો આપી છે. રૂપાણીના હોમ ટાઉનમાં ભાજપે ભવ્ય જીત મેળવવા સાથે 68 બેઠકો સાથેમહાનગરપાલિકા કબજે કરી લીધી છે.

15 નંબર વોર્ડના કોંગ્રેસના ચારેય ઉમેદવારો થયા વિજેતા

રાજકોટ મહાનગર પાલિકાની 15 નંબરના વોર્ડમાં જ કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. અન્ય તમામ બેઠકો પર ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે. કોંગ્રેસના વોર્ડ 15ના ઉમેદવારો કોમલ ભારાઈ, ભાનુ સોરાણી, મકબૂલ દાઉદાણી અને વશરામ સાગઠિયા જીત મેળવવામાં સફળ રહ્યા છે.

ભાજપે 6 મનપામાંથી 6 પર કબ્જો કરી લીધો

મુખ્યમંત્રી વિજયરૂપાણી પોતે પણ નાદુરસ્ત તબિયત હોવા છતાં ચૂંટણી પ્રચાર માટે તનતોડ મહેનત કરી હતી. સી આર પાટીલ અને મુખ્યમંત્રી વિજયરૂપાણીના નેતૃત્ત્વમાં ભાજપાએ મહાનગરપાલિકાઓ પર ભગવો લહેરાવ્યો છે. ભાજપે 6 મનપામાંથી 6 પર કબ્જો કરી લીધો છે. આવતીકાલે બુધવારે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ જઈને જાહેરજનતાનું અભિવાદન કરશે, તેમજ બહુમાળી ચોક ખાતે જાહેર સભા પણ યોજશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા

Pravin Makwana

મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ

Karan

બંગાળ : 5 રાજ્યોમાં સૌની નજર આ રાજ્ય પર રહેશે : આટલા તબક્કામાં યોજાશે અહીં મતદાન, ભાજપનું સૌથી મોટું લક્ષ્ય

Karan
Do NOT follow this link or you will be banned from the site!