GSTV
Home » News » રોબર્ટ વાડ્રાની સામે એફઆઈઆર મામલે ભાજપે કર્યો પલટવાર

રોબર્ટ વાડ્રાની સામે એફઆઈઆર મામલે ભાજપે કર્યો પલટવાર

રોબર્ટ વાડ્રાની સામે એફઆઈઆર મામલે કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા ભાજપે પણ પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યુ છે કે રાશિદ અલ્વી કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. પરંતુ આ મામલે અલ્વીની વાત સાંભળીને હસવું કે રડવું તે સમજમાં આવતું નથી? 1970ના દશકમાં દેશમાં ઈમરજન્સી લગાવી દેવામાં આવી હતી અને કોંગ્રેસ સિવાયના તમામ પક્ષના નેતાઓને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા. તમામ લોકોના બંધારણીય અધિકારોનો છેદ ઉડાડવામાં આવ્યો હતો.

ભાજપના નેતાએ સવાલ કર્યો છે કે ઈમરજન્સી દરમિયાન જ્યારે તમામ નેતાઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે રાશિદ અલ્વી ક્યાં હતા? શું તેમને ઈમરજન્સી વખતનો અત્યારાચ ખબર નથી? ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યુ છે કે રોબર્ટ વાડ્રાનું બિઝનસ મોડલ દેશમાં કોઈને સમજમાં આવ્યું નથી. કોંગ્રેસ જરા સમજાવે કે કોઈ વ્યક્તિ નાણાં લગાવ્યા વગર કેવી રીતે જમીન ખરીદે છે અને પછી તેને પાછી વેચી દે છે. વચ્ચે હરિયાણાની તત્કાલિન સરકાર છે અને તે વાડ્રાની કંપનીને લાઈસન્સ આપે છે.

જો કોંગ્રેસ કહે છે કે આમા કંઈ ખોટું નથી. તો કોંગ્રેસ દેશને આના સંદર્ભે જણાવે. નલિન કોહલીએ કહ્યુ છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ  રાહુલ ગાંધી અન યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી આરોપી છે. આ ટીપ્પણીથી નારાજ થયેલા કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ સવાલ કર્યો છે કે ભાજપે આખરે અમિત શાહના પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કેમ કરી નથી?

રોબર્ટ વાડ્રા અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સામે એફઆઈઆર મામલા હરિયાણા સરકારના પ્રધાન ઓ. પી. ધનકડે કહ્યુ છેકે કોંગ્રેસે પહેલા ખુદ બુલંદ અવાજમાં મામલાની તપાસની માગણી ઉઠાવી હતી. જ્યારે આ મામલામાં તપાસ થઈ અને એફઆઈઆર કરવામાં આવી. તો કોંગ્રેસને લાગે છે કે આ રાજકીય કિન્નાખોરી છે. હવે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. તો કોંગ્રેસના બોલવાનો અંદાજ બદલાઈ ગયો છે. ધનકડે કહ્યુ છેકે આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે અને આમા કોઈપણ વાત છૂપાયેલી નથી.

Related posts

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan

ઝારખંડમાં વોટિંગ પહેલા નક્સલી હુમલો, ચાર પોલીસ જવાન શહીદ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!