GSTV
Home » News » રાફેલ વિવાદ : રાહુલ ગાંધીના નિવેદન મામલે નવસારીમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

રાફેલ વિવાદ : રાહુલ ગાંધીના નિવેદન મામલે નવસારીમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

બે દિવસ અગાઉ સુપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે મોદી સરકારને ક્લીનચીટ આપી દીધી છે.તેમ છતા તપાસ સમીતી તપાસ કરે તેવી કોંગ્રેસ માગ કરી રહ્યું છે. આ મુદ્દે ભાજપે નવસારી નગર પાલીકાની બહાર વિરોધ નોંધાવ્યો હતો. જેમા તેમણે નારા લગાવ્યા કે ચોકીદાર પ્યોર હે ઓર કોંગ્રેસ ચોર છે. સાથે જ ધરણા આપીને ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભારતની સુરક્ષાને વધારવા માટે ફ્રાંસ સાથે થયેલા રફેલ સોદામાં મોદી સરકારે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનાં આક્ષેપો સાથે ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મેં ભી ચોકીદારના ભાજપના નારા સામે ચોકીદાર ચોર હૈ ના નારા સાથે રાફેલ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જે મુદ્દે બે દિવસ અગાઉ ભારતની સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્લીનચીટ આપી છે. સાથે જ ચોકીદાર ચોર હૈ ના રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે પણ સુપ્રીમે રાહુલને રાહત આપી છે.

જોકે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ કોંગ્રેસ દ્વારા રાફેલ મુદ્દે તપાસ સમિતિમાં તપાસ કરાવવાની માંગણી સામે ભાજપે વિરોધ નોંધાવ્યો છે. ભાજપે ચોકીદાર પ્યોર હૈ, કોંગ્રેસ ચોર હૈ ના નારા સાથે ઉગ્ર વિરોધ સાથે આજે નવસારી નગર પાલિકા બહાર પ્રતિક ધારણા કર્યા હતા.

READ ALSO

Related posts

આ શહેરની શાળાનાં 32 બાળકોને 400 ગ્રામ દૂધમાં પાણી ભેળવીને કરાઈ વહેંચણી, અધિકારીઓ આચર્યું કૌભાંડ

pratik shah

ચંદ્રશેખર આઝાદ : મિત્ર પાસે પૈસા નહોતા તો કહ્યું ‘હું સરેન્ડર કરી દઉં તારું ઘર ચાલી જશે’

Mayur

ફિલ્મી સીન! પ્રેમિકાના લગ્નમાં અચાનક આવી ચડ્યો માથાફરેલ પ્રેમી, મંડપમાં જ ન કરવાનું કરી નાંખ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!