GSTV
Home » News » મહારાષ્ટ્રના રાજકારણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રથમવાર તોડ્યું મૌન, બધી જ પાર્ટીઓને ઝાટકી દીધી

મહારાષ્ટ્રના રાજકારણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રથમવાર તોડ્યું મૌન, બધી જ પાર્ટીઓને ઝાટકી દીધી

મહારાષ્ટ્રની મડાગાંઠમાં પ્રથમવાર અમિત શાહ ખુલીને સામે આવ્યા છે. શિવસેનાની નવી શરતો અમને મંજૂર ન હોવાનું સ્પષ્ટ ના પાડી જેની પાસે બહુમત હોય તે રાષ્ટ્રપતિ પાસે જાય તેવી ખુલ્લી ચેલેન્જ કરી છે. શિવસેનાને 2 દિવસ જોઈતા હતા અમે હવે 6 મહિના આપ્યા છે. ગઠબંધન કરો અને સરકાર બનાવો. અમારી પાસે બહુમત હોય તો અમે જઈ શકીએ એમ મહારાષ્ટ્રમાં દરેક પાર્ટીને સરકાર બનાવવાની છૂટ છે.

શિવસેનાને 2 દિવસ જોઈતા હતા અમે હવે 6 મહિના આપ્યા

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તમામને છૂટ

અમિત શાહ મહારાષ્ટ્રની ચૂંટણી પર પહેલીવાર બોલી રહ્યાં

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તમામને છૂટ છે. રાજયપાલે કોઈ ખોટો નિ4ણય કર્યો નથી. અમિત શાહ મહારાષ્ટ્રની ચૂંટણી પર પહેલીવાર બોલી રહ્યાં છે. શિવસેનાની શરતો અમને સ્વીકાર ન હોવાનું જણાવતાં આગામી સમયમાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થાય તે બાબત પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. ચૂંટણી પહેલાં જ અમે સામાન્ય સભાઓમાં ઘણી વાર કહ્યું છે કે અમારું ગઠબંધન જીતશે તો આગામી મુખ્યમંત્રી ફડણવીસ જ હશે. હવે તેઓ નવી માગ સાથે સામે આવ્યા છે. જે અમને મંજૂર નથી. અમિત શાહે રાજ્યપાલનો બચાવ કરતાં કહ્યું હતું કે, જેની પાસે બહુમત હોય તે સરકાર બનાવે.

અમે સામાન્ય સભાઓમાં ઘણી વાર કહ્યું છે કે અમારું ગઠબંધન જીતશે તો આગામી મુખ્યમંત્રી ફડણવીસ જ હશે

શિવસેના બાબતે મુખ્ય મુ્દ્દા : અમિત શાહ

  • શિવસેના 2 દિવસ માગતી હતી અમે 6 મહિના આપ્યા
  • શિવસેના સાથે ગઠબંધન તૂટ્યા બાદ અમિત શાહની આવી પ્રથમવાર પ્રતિક્રિયા
  • શિવસેનાની નવી શરતો અમને મંજૂર નથી
  • મહારાષ્ટ્રમાં સરકાર મામલે અમિત શાહનું પ્રથમવાર નિવેદન
  • રાજ્યપાલે કંઈ પણ ખોટું કર્યું નથી
  • જેની પાસે બહુમત હોય તે રાષ્ટ્રપતિ પાસે જઈ સાબિત કરી આવે
  • રાષ્ટ્રપતિ શાસનને કારણે ભાજપને સૌથી વધારે નુક્સાન

અમે ચૂંટણી સમયે જ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સીએમ તો ફડણવીસ જ બનશે. એ સમયે કેમ કોઈ વાંધો લીધો નથી. એનસીપીના પત્ર બાદ જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનનો નિર્ણય લીધો છે. વિપક્ષ માત્ર રાજનીતિ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ શાસનથી સૌથી વધારે નુક્સાન ભાજપને જવાનું અમિતશાહે જણાવ્યું છે. અમે મહારાષ્ટ્રમાં ફરી ચૂંટણી ઇચ્છતા નથી. મુંબઈની હોટલમાં શિવસેના અને કોંગ્રેસની બેઠક મળી રહી છે. મુંબઈમાં મહારાષ્ટ્ર ભાજપની પણ મહાબેઠક યોજાઈ રહી છે.

READ ALSO

Related posts

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે

Mayur

ગીરના સિંહોની વસતિ 1000ને પાર : 7 જિલ્લા સુધી પહોંચી ડણક, ચોટીલા સુધી કર્યો વિસ્તાર

Mayur

OMG : લગ્ન જે પંડિતે કરાવ્યા હતા, તેની સાથે જ ભાગી ગઈ દુલ્હન…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!