GSTV
Home » News » કારમી હાર બાદ મોદીને ભાજપના ભિષ્મ પિતામહ યાદ આવ્યા, ખાસ રખાયા બેઠકમાં હાજર

કારમી હાર બાદ મોદીને ભાજપના ભિષ્મ પિતામહ યાદ આવ્યા, ખાસ રખાયા બેઠકમાં હાજર

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં ભાજપને કોંગ્રેસના હાથે મળેલી હાર પર પાર્ટીમાં મંથનનો તબક્કો શરૂ થઈ ગયો છે. આ મંથનની પ્રક્રિયા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના તમામ સાંસદો પણ સામેલ થયા હતા. બેઠકમાં સંસદના શિયાળુ સત્રની રણનીતિને લઈને પણ વિચારણા થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના ભીષ્મ પિતામહના સ્થાને રહેલા લાલકૃષ્ણ અડવાણી સહીતના કેન્દ્રીય પ્રધાનો પણ ભાગ લીધો હતો. ભાજપના સંસદીય દળની બેઠકમાં તમામ મુદ્દા પર ચર્ચા વચ્ચે સૌની નજર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ રાજ્યોમાં પાર્ટીની હાર પર સાંસદોને આપવામાં આવનારા સંદેશા પર હતી. ભાજપની સંસદીય દળની બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરી હતી.

આ એવો સમય છે કે જ્યારે 2014માં સત્તાના સૂત્રો હસ્તગત કર્યા બાદ પહેલીવાર મહત્વપૂર્ણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડયો છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપે ઘણીવાર સરકારો બનાવી છે અને ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની જીત ભાજપ માટે એક મોટો આંચકો છે. તેલંગાણામાં પણ ભાજપને મજબૂત રાજકીય શક્તિ તરીકે ઉભરવામાં કોઈ સફળતા મળી નથી.

ગત ચૂંટણીમાં પાંચ અને હવે ભાજપને તેલંગાણામાં માત્ર એક જ બેઠક મળી શકી છે. જ્યારે મિઝોરમમાં ભાજપને માત્ર એક બેઠક મળી છે. આમ તો સંસદીય સત્ર દરમિયાન વડ઼ાપ્રધાન મોદી લગભગ દર સપ્તાહે ભાજપના સંસદીય દળની બેઠકને સંબોધિત કરે છે. પરંતુ આ વખતે તેમનું ભાષણ મહત્વપૂર્ણ હશે. કારણ કે આ બેઠક હિંદી બેલ્ટના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યોમાં ભાજપના પરાજયની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પાર્ટીના પ્રદેશ પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 2019ની લોકસભાના ચૂંટણી અભિયાનની રૂપરેખ મામલે પણ અમિત શાહ દ્વારા ચર્ચાવિચારણા બાદ સૂચક માર્ગદર્શન આપવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકની યોજના ચૂંટણી પરિણામની ઘોષણા પહેલા તૈયાર કરવામાં આવી હતી.

બેઠકમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર નેતાઓના અભિપ્રાયો મેળવવામાં આવશે. આ બેઠકમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાનારા ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના એજન્ડાને લઈને પણ ચર્ચા થવાની છે. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કેવી રીતે સંગઠન તૈયાર કરવું અને સ્થાનિક મુદ્દાઓ પર ભાજપની કેવી રણનીતિ કેવી હોવી જોઈએ તેના સંદર્ભે મહત્વની ચર્ચાવિચારણા થવાની છે.

કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓને જમીની સ્તરે ઝડપથી પહોંચાડવા માટે વિશેષ રણનીતિ મામલે પણ મંથન કરવામાં આવશે. બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોમાં સરકાર અને પાર્ટી વચ્ચે સમન્વયને બહેતર બનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. ભાજપ શાસિત રાજ્યોમાં સરકારી અને રાજકીય પદોની ખાલી જગ્યાઓ પર પાર્ટીના નેતાઓની ઝડપથી નિયુક્તિઓ કરવા મામલે પણ વિચારણા થવાની છે.

બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોમાં સરકાર અને પાર્ટી વચ્ચે સમન્વયને બહેતર બનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. ભાજપ શાસિત રાજ્યોમાં સરકારી અને રાજકીય પદોની ખાલી જગ્યાઓ પર પાર્ટીના નેતાઓની ઝડપથી નિયુક્તિઓ કરવા મામલે પણ વિચારણા થવાની છે.

Related posts

જમ્મુ-કાશ્મીરના દ્રાસમાં પારો ગગડીને માઇનસ 11.5 : ભૂસ્ખલનમાં એકનું મોત

Mayur

ફી વધારા સામે જેએનયુના વિદ્યાર્થીઓ અડગ, પોલીસે બે એફઆઈઆર નોંધી

Mayur

શિયાળુ સત્ર : બીજા દિવસે પણ ભારે હોબાળો, રાજ્યસભામાં જલિયાંવાલા બાગ બીલ પાસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!