GSTV
Home » News » ભાજપની કારમી હાર બાદ અડવાણીનું આવ્યું પ્રથમ રિએક્શન, જાણો શું કહ્યું

ભાજપની કારમી હાર બાદ અડવાણીનું આવ્યું પ્રથમ રિએક્શન, જાણો શું કહ્યું

સંસદભવન પર હુમલાની 17મી વરસીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અડવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં સંસદ હુમલાની ઘટનાને યાદ કરીને શહીદોની શહાદતને સલામ કરી હતી. જો કે મીડિયાકર્મી દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપના દેખાવને લઈને સવાલ કરવામાં આવ્યો હતો.

એક સમયે ભાજપ અને સરકારી કામકાજની રજે-રજની માહિતી ધરાવનારા ભારતની રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ હાથ જોડીને મીડિયાકર્મીને જવાબ આપતા કહ્યુ હતુ કે તેમને કંઈ ખબર નથી. મહત્વપૂર્ણ છે કે 2001ના 13મી ડિસેમ્બરે સંસદભવન પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે અડવાણી જ ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા.

મોદીએ કરી દીધા છે સાઇડલાઇન

સૌ કોઈ જાણે છે હાલમાં ભાજપમાંથી અડવાણીને કોરાણે કરી દેવાયા છે. અડવાણીએ ભાજપનો મહત્વનો હિસ્સો છે. પાર્ટીને સિંચવામાં અડવાણીએ જિંદગી ઘસી નાખી છે. જેઓની મહેનતને પગલે જ આજે ભાજપ દેશમાં મજબૂત પાર્ટી છે. જેઓએ મોદીને પણ વર્ષો સુધી સાચવ્યા છે. જેમના પ્રતાપે જ આજે મોદી અહીં સુધી પહોંચી ચૂક્યા છે. હવે મોદીએ જ તેમને સાઈડલાઈન કરી દેતાં તેઓ પાર્ટીથી નારાજ છે. હવે કારમી હાર બાદ અડવાણીએ કંઇ પણ કહેવાનો ઇનકાર કરીને ભાજપને દૂરથી સલામ કરી છે.

Related posts

રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી પરત મોકલી દેતા પ્રિયંકા ગાંધી ભડક્યા

Mansi Patel

અંતરિક્ષમાંથી પૂર્વ પતિના બેન્ક એકાઉન્ટ સાથે લેવડ દેવડ કરતા નાસા વિવાદમાં આવી

Mayur

‘અરૂણ’ આથમ્યો : અરૂણ જેટલી પંચમહાભૂતમાં વિલીન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!