GSTV
Home » News » સોમનાથમાં ઘડાઈ શકે છે લોકસભા ચૂંટણીનું ચક્રવ્યૂહ, ભાગવતને મળી શકે છે શાહ

સોમનાથમાં ઘડાઈ શકે છે લોકસભા ચૂંટણીનું ચક્રવ્યૂહ, ભાગવતને મળી શકે છે શાહ

સોમનાથમાં સંઘની ત્રણ દિવસની બેઠક માટે પહોંચેલા સંઘ સુપ્રીમો મોહન ભાગવતે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ તથા પદાધિકારીઓએ તેમનુ સ્વાગત કર્યુ હતુ. પ્રાંત પ્રચારકોની વાર્ષિક બેઠક આ વખતે સોમનાથમાં મળી રહી છે. ત્રણ દિવસ આ બેઠક ચાલવાની છે. સોમનાથથી બેઠકમાં ભાગ લેવા મોહન ભાગવત તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં પત્રકારો જ્યારે તેમને સવાલ કરવા માંગ્યો ત્યારે ભાગવતે જવાબ આપતા કહ્યુ કે જો હુ બોલીશ તો મારી નોકરી જતી રહેશે. બોલવાનુ કામ બીજા કોઇને સોંપ્યુ છે.

મોહન ભાગવત ૧૮ જુલાઇ સુધી સોમનાથમાં રોકાવાના છે. પંદરથી સત્તર જુલાઇ સુધી અખિલ ભારતીય પ્રાંત પ્રચારકોની બેઠક મળવાની છે. ત્રણ દિવસની આ બેઠકમાં સંઘના સર કાર્યવાહી ભૈયાજી જોશી ઉપરાંત સહ સર કાર્યવાહી.. કારોબારી સભ્ય.. ક્ષેત્ર પ્રચારક.. પ્રાંત પ્રચારક ભાગ લઇ રહ્યા છે. મનાઇ રહ્યુ છે કે આ બેઠકમાં આગામી લોકસભા તેમજ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક મુદ્દાઓ પર મંથન થશે.  શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે. તેઓ પણ સોમનાથમાં મોહન ભાગવત સાથે મુલાકાત કરી શકે છે.

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

IND vs SA: કોહલીનો ધમાકો, સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!