ભાજપે મહારાષ્ટ્રમાં ફરી શિવસેનાને પોતાની સાથે લાવવાના પ્રયાસો કર્યા તેજ, આ બે નેતાઓએ કરી ફોન પર વાત

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાને ફરીવાર પોતાની સાથે લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને ફોન કરી ગઠબંધન અંગે વાતચીત કરી. જે દરમ્યાન ઉદ્ધવ ઠાકરેએ પોતાની જૂની માગને ફરીવાર અમિત શાહ સમક્ષ મુકી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહ પાસે 1995માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમ્યાન નક્કી કરવામાં આવેલી ફોર્મુલા હેઠળ બેઠકની માગ કરી. 1995માં શિવસેના 169 અને ભાજપ 116 બેઠક પર ચૂંટણી લડ્યા  હતા. ચૂંટણી પરિણામમાં શિવસેનાએ 73 અને ભાજપે 65 બેઠક પર જીત હાંસલ કરી હતી.  મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ઘણા સમયથી શિવસેના ભાજપથી છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીએ લોકસભાની ચૂંટણી  સાથે લડવાની જાહેરાત કરી છે. જેથી મહારાષ્ટ્રમાં શિવસેનાને પોતાના પક્ષમાં કરવાની તૈયારી ભાજપે શરૂ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter