GSTV
Home » News » PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

બનારસમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા અમિત શાહે એનડીએના નેતાઓ સાથે બેઠક કરી છે. વારાણસી ખાતે હોટલ તાજમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનડીએના સાથી પક્ષો સાથે બેઠક કરી હતી.

આ સમયે ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. ત્યારે એનડીએના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. તો અમિત શાહે ગઈકાલથી કાશીમાં ધામા નાખ્યા છે.

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી મેદાનમાં છે. ગુરૂવારના મેગા શો બાદ પીએમ મોદીએ આજે વારાણસીમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે. તેઓ સવારે 11થી 12ની વચ્ચે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉમેદવારી પત્ર ભરશે. પીએમ નરેન્દ્ર મોદી સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એક હોટલમા પીએમ મોદી બૂથ પ્રમુખ અને પાર્ટી કાર્યકરોને સંબધિત કરી.

તેઓ 10 વાગ્યા પહેલા કાશીના કોટવાલ બાબા કાલભૈરવના દર્શન પૂજા કરશે અને ત્યાંથી તેઓ મૈદાગિન, કબીરચૌરા, લહુરાબીર, અંધરાપુલ અને નદેસર થઈને કલેક્ટર કચેરી પહોંચશે. કલેક્ટર કચેરી ખાતે રાયફલ ક્લબમાં તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરશે. આ દરમિયાન તેમની સાથે સાથી પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.

નીતીશકુમાર, રામવિલાસ પાસવાન, ઉદ્દવ ઠાકરે, સહિતના એનડીએમાં શામિલ પક્ષોને નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો હાજર રહેશે. જોકે 2014ના મુકાબલે 2019માં પીએમ મોદી માટે મુકાબલો સરળ રહેવાની સંભાવના છે. 2014માં મોદી સામે કેજરીવાલ મેદાનમાં હતા. જ્યારે કે આ વખતે પીએમ મોદીનો મુકાબલો કોંગ્રેસના અજય રાય અને સપા-બસપાના સંયુક્ત ઉમેદવાર શાલિની યાદવ સામે છે.

Read Also

Related posts

ઘરમાં 9 મત હોવા છતાં મળ્યા માત્ર 5, અપક્ષ ઉમેદવાર મતદાન મથકમાં જ રડવા લાગ્યા

Karan

કોઈપણ પરિણામ ત્યાં સુધી ન મળે જ્યાં સુધી એક ટીમ સમર્પણના ભાવથી કામ ન કરે : નરેન્દ્ર મોદી

Arohi

ટુંક સમયમાં પશ્ચિમ બંગાળમાં મોટો ઉલટફેર થવાની શક્યતા, હવે TMCના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!