ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો છેલ્લા કેટલાક દિવસોથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. પરંતુ હવે સપાના ધારાસભ્યની તસવીરે અખિલેશ યાદવ માટે ટેન્શન વધારી દીધું છે. અમેઠીના સપા ધારાસભ્ય અને ગાયત્રી પ્રજાપતિની પત્ની મહારાજી દેવીની તસવીરો વાઇરલ થઇ છે જેના કરાણે રાજ્યમાં રાજકીય હલચલ મચાવી ગઇ છે. સપા ધારાસભ્ય મહારાજી દેવી તાજેતરમાં અમેઠીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે જોવા મળ્યા હતા. જેના ફોટા સામે આવતાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

ઉલેખ્ખનીય છે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે ખીચડી ભોજનનું આયોજન કર્યું હતું. જેમાં અમેઠીના સપા ધારાસભ્ય મહારાજી દેવી જોવા મળ્યા હતા. જેની તસવીરો સમાજવાદી પાર્ટી દ્વારા શરે કરવામાં આવી હતી.
બીજેપી સાંસદ સાથેની તસવીરો શેર કરતા સપાએ લખ્યું, “પહેલાં તો બીજેપીએ ગાયત્રી પ્રજાપતિને ખૂબ બદનામ કર્યા હતા. ગાયત્રી પ્રજાપતિ વિશે મંચ પરથી શું શું કહેવામાં આવતું હતું. પરંતુ હવે એ જ ગાયત્રી પ્રજાપતિની પત્નીને ભાજપના મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમના મંચ પર બેસાડી દીધા છે. કારણ કે તે જાણે છે કે તે તેમના મતો વિના ચૂંટણી જીતવી શક્ય નથી. ઉલેખ્ખનીય છે કે મહારાજી દેવી 2022માં સપાની ટિકિટ પર અમેઠીથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે.
તેમણે ભાજપના ઉમેદવાર સંજય સિંહને લગભગ 10 મતોના અંતરથી હરાવ્યા હતા. તેમના પતિ ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ આ બેઠક પરથી પહેલા ધારાસભ્ય હતા. આ ચૂંટણીમાં સપાએ તેમની પત્નીને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે ગાયત્રીપ્રસાદ પ્રજાપતિ સપા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ