GSTV

નવો ડખો/ ભાજપના પાવર વગરના મંત્રીની અકળામણ, મને મંત્રીપદેથી આના કરતાં કાઢી મૂકો

Last Updated on July 27, 2021 by pratik shah

ઉત્તરાખંડમાં શ્રમ મંત્રી હરકસિંહ રાવત અને કર્મકાર કલ્યાણ બોર્ડના પ્રમુખ શમશેરસિંહ સત્યાલ સામસામે આવી જતાં ભાજપ માટે નવો ડખો ઉભો થયો છે. રાવતનો દાવો છે કે, કર્મકાર બોર્ડ શ્રમ મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે છતાં બોર્ડના પ્રમુખ પાસે મંત્રી કરતાં વધારે સત્તા છે. રાવતનું કહેવું છે કે, સત્યાલમાં વધારે લાયકાત હોય તો તેમને જ મંત્રી બનાવી દો.

bjp

રાવતે સામે ચાલીને પોતાને મંત્રીમંડળમાંથી દૂર કરવાની માગણી

રાવતે સામે ચાલીને પોતાને મંત્રીમંડળમાંથી દૂર કરવાની માગણી કરીને કહ્યું છે કે, મારી પાસે સત્તા જ નથી તો મંત્રીપદે રહીને હું શું કરૂં ? રાવતે પહેલાં પણ સત્યાલને દૂર કરવાની માગણી કરી હતી પણ સત્યાલ તત્કાલિન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની નજીક હોવાથી કશું થયું નહોતું. તીરથસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ હરકસિંહે બળાપો કાઢયો હતો પણ તીરથસિંહ લાબું ના ટકતાં વાત ભૂલાઈ ગઈ.

MODI

પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી બનતાં રાવતે ફરી મુદ્દો ઉઠાવ્યો પણ ધામીએ પણ કશું ના કરતાં હરકસિંહ અકળાયા છે. ભાજપના વરિષ્ઠ નેતા છે અને એક સમયે મુખ્યમંત્રીપદના દાવેદાર હતા.

READ ALSO

Related posts

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay

કોરોનામાં ગુમાવ્યો પિતાનો પડછાયો, લાખો ખર્ચ કરીને બનાવી એવી પ્રતિમા કે નથી થતી પિતાની કમી મહેસુસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!