GSTV

FACT CHECK: જોયા વગર જ અતિઉત્સાહમાં આવેલા ભાજપના નેતાઓ ગર્વ લેવા લાગ્યા, હકીકત કંઈક આવી છે !

Last Updated on August 18, 2020 by Pravin Makwana

ભારતમાં શનિવારે 74 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આના આશરે એક દિવસ પહેલા દેશના સેંકડો નેતાઓએ ત્રિરંગો અને દેશભક્તિની તસવીરો પોસ્ટ કરીને દેશવાસીઓને અભિનંદન આપવાનું શરૂ કર્યું હતું. દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ફેક્ટ ચેકિંગ વેબસાઇટે દાવો કર્યો છે કે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોકમાં ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, કિરણ ખેર અને જમ્યાંગ શેરીંગ નંગાયાલ દ્વારા ટ્વીટ કરાયેલા ત્રિરંગાનું ફોટા નકલી છે. આ ફોટો અનેક ન્યૂઝ વેબસાઈટો પર પણ આવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે એક સમયે કાશ્મીરના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં સમાવિષ્ટ લાલા ચોક આજે હિંસા અને પથ્થરોથી મુક્ત છે. ભાજપના આઈટી સેલનો લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

લાલ ચોક પર દેશનો તિરંગો લહેરાતો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે. લદ્દાખના ભાજપના સાંસદ જમ્યાંગ તશેરીંગ નંગાયલે લાલ ચોક પર તિરંગો લહેરાવતો ફોટો પોસ્ટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફોટાની સત્યતા શોધવાનું કામ શરૂં કર્યું ત્યારે બહાર આવ્યું હતું કે રાષ્ટ્રીય ધ્વજ ખાલી પડેલા લાલચોકની તસવીરમાં અલગથી ચોંટાડવામાં આવ્યો હતો. ચિત્ર 2010 થી આ તસવિર mubasshir.blogspot.com ના બ્લોગ પર પડેલો છે. આ બંને ફોટામાં લાલ ચોકની ડાબી બાજુ એક કાર અને વચ્ચેથી ચાલતી એક વ્યક્તિ જોઇ શકાય છે.

આ બ્લોગ ચલાવતા મુબાશીર મુસ્તાકે કપિલ મિશ્રા પર નિશાન સાધ્યું હતું કે તેમણે 22 જૂન 2010 ના રોજ રાષ્ટ્રધ્વજ વિના ફોટો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે કપિલ મિશ્રાને બનાવટી ફોટા શેર કરવામાં કોઈ શરમ નથી? લાલ ચોક ઉપર ધ્વજ દેખાતો ન હતો. આ દરમિયાન ખાને લાલ ચોકનો ખાલી વિસ્તાર પણ બતાવ્યો હતો. કાશ્મીર મોનિટર અખબારના અહેવાલ મુજબ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ શ્રીનગરના એસ.કે. સ્ટેડિયમ ખાતે યોજાયો હતો, જ્યાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ધ્વજ લહેરાવ્યો હતો. આ દરમિયાન કાશ્મીરમાં 2 જી મોબાઇલ સેવાઓ પણ બંધ કરાઈ હતી.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!