GSTV

રસીકરણને અપાયો રાજકીય રંગ, સત્તા પક્ષે લોકોની સહાનુભૂતિ જીતવા આ અપનાવ્યો કીમિયો

ગુજરાતમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે અન્ય મુદ્દાઓની જેમ રસીકરણને પણ રાજકીય રંગ આપી દેવાયો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના રસીકરણ કેન્દ્રો પર ભાજપના પ્રધાનો, ધારાસભ્યો, સાંસદો અને બોર્ડ-નિગમના પૂર્વ ચેરમેન, પૂર્વ ધારાસભ્ય સહિતના હોદ્દેદારોને હાજર રહેવા સૂચના અપાઇ છે.

રસીકરણ

એટલું જ નહીં પ્રત્યેક રસી સેન્ટર પર ભાજપના આગેવાનો મુખ્ય અતિથિપદે હાજર રહી રસીકરણનો પ્રારંભ કરાવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોનાની મહામારીમાંથી જાણે ભાજપે ગુજરાતીઓને મુક્ત કરાવ્યા હોય તેવો આખોય માહોલ રસી સેન્ટર પર ઉભો કરવા આયોજન કરાયું છે.

કોરોનાની રસીનો પણ રાજકીય લાભ લેવા ભાજપે રણનીતિ ઘડી છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે લોકોની સહાનુભૂતિ જીતવા રસીને ચૂંટણીનું ભાથુ બનાવવા ભાજપે આયોજન કર્યુ છે. રસી સેન્ટર પર ‘અમે જ તમારા તારણહાર’ એવું લોકોમાં પ્રસ્થાપિત કરવાની તૈયારીઓ કરાઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ,ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચોરાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે

Pravin Makwana

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!