ભાજપાનો ગેમ પ્લાન, મોદી નહીં લડે કહીને ગુજરાતમાં અમિત શાહને ઉભા રાખી દીધા!!

amit shah election

મોદીજી તો જાહેરતા કરી ચૂક્યાં છે કે તે ગુજરાતમાંથી ચૂંટણી નથી લડવાનાં. એ સાથે જ બધાની અટકળોનો અંત આવ્યો છે. પરંતુ એવામાં કહેવામાં આવી રહ્યું છે કે ભાજપનાં બીજા કદાવર નેતા અમિત શાહ હવે ગુજરાતનાં ગાંધીનગરમાંથી ચૂંટણી લડે એવી અટકળો અને ભાજપનો ગેમ પ્લાન ચાલી રહ્યો છે. અમિત શાહ હાલ રાજ્યસભાના સાંસદ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી ન લડે તો રાજ્યની તમામ 26 બેઠકો પર માહોલ બનાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડાવવાના વ્યૂહ પર ભાજપની નેતાગીરીએ વિચારણા હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતા તરીકે 26 બેઠકમાં માહોલ ઊભો કરવા અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડાવવા પાર્ટીમાં વિચારણા ચાલી રહી છે.

તો વળી બીજી તરફ અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલના સ્થાને અન્ય ફિલ્મ એક્ટર મનોજ જોશી, દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલ, અસિત વોરા, ભૂષણ ભટ્ટના નામો ચર્ચાઇ રહ્યા છે. ગાંધીનગર બેઠક ભાજપના રાષ્ટ્રીય નેતાઓની પરંપરાગત બેઠક રહી છે. 1989માં શંકરસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે પ્રથમવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 1991માં અડવાણી, 1996માં હતા. આ વખતે અડવાણીના સ્થાને પણ કોઇ રાષ્ટ્રીય નેતાને આ બેઠક પરથી ટિકિટ અપાશે તેવું માનીને ભાજપના કોઇ સ્થાનિક નેતા અહીં પોતાની દાવેદારીનું વિચારી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે 2014માં વડોદરાથી મોદીની ઉમેદવારીને કારણે ગુજરાતમાં માહોલ બન્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter