GSTV
Home » News » ભાજપની પેનલે ગાંધીનગરમાં અડવાણીના નામ પર મારી દીધી ચોકડી, આ નેતાને લાવ્યા આગળ

ભાજપની પેનલે ગાંધીનગરમાં અડવાણીના નામ પર મારી દીધી ચોકડી, આ નેતાને લાવ્યા આગળ

advani gandhinagar

ગુજરાતમાં કોને ગાંધીનગરની સીટ આપવી તે ભાજપ માટે કશ્મકશનું કામ બની ગયું છે. અત્યાર સુધી ગાંધીનગરની સીટનું વિહંગાવલોકન કરવામાં આવે તો મોટાભાગે રાષ્ટ્રીય નેતૃત્વને સ્થાન મળ્યું છે. અટલ બિહારી વાજેપાયી અને બાદમાં લાંબા સમય સુધી લાલકૃષ્ણ અડવાણીએ એ સીટ પર પોતાનો પગદંડો જમાવ્યો હતો. ગત્ત લોકસભાની ચૂંટણીમાં પણ તે બેઠક અડવાણી અને ભાજપના ખાતામાં ગઈ હતી, પણ હવે આ બેઠક કોને આપવી તે ભાજપ માટે સમસ્યા સમાન બની ગયું છે. પેનલ દ્રારા વર્તમાન સાંસદ લાલ કૃષ્ણ અડવાણીના નામ પર સમર્થન નથી કર્યું. જ્યારે બોર્ડ અત્યાર સુધી 20 સીટોને લઈને ઉમેદવારની ચર્ચા કરી ચૂક્યું છે. તેનો અર્થ છે કે ભાજપ હવે અડવાણીના નામથી ધરાઈ ચૂક્યું છે.

ભાજપ રાજ્ય સંસદીય બોર્ડ કેન્દ્રિય સંસદીય બોર્ડ સીટ-વાર ત્રણ નામની પેનલનું સમર્થન કરશે. ગુજરાતમાં નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ અને 23 એપ્રિલ પસંદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગુજરાત ભાજપની સંસદીય બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે. જેમાં બાકી સીટો માટે પેનલ બનશે. રાજ્યની 26 બેઠકો માટે ફાઈનલ ઉમેદવારની પસંદગી ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિ કરશે. જેમાં મોદી અને અમિત શાહ સામેલ છે. બેઠકમાં સામેલ એક નેતાએ કહ્યું છે કે, નિરીક્ષકોની રિપોર્ટના આધારે અનુરોધ કર્યો છે કે રાષ્ટ્રીય સ્તરના નેતાને સીટ આપી મેદાનમાં ઉતારવામાં આવે. અત્યાર સુધી કોઈ નામ ચર્ચામાં નહોતું, અડવાણીનું પણ નહીં.

અમિત શાહ લડી શકે છે ગાંધીનગરથી

મોટાભાગના કાર્યકર્તાઓએ અડવાણીના નામનો વિરોધ કર્યો અને અમિત શાહને ચૂંટણી લડવા માટે આગળ કર્યા. ત્યાં ભાજપના એક નેતાએ કહ્યું કે, મહેસાણા માટે જે નામોની ચર્ચા થઈ તેમાં સાંસદ જયશ્રી પટેલ, પૂર્વ એમઓઅસ ગૃહ રજની પટેલ, કેસી પટેલ, એનઆરજી નેતા અને વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટના સી.કે.પટેલનો સમાવેશ થાય છે.

અમદાવાદથી આ નામ છે આગળ

આ સિવાય અમદાવાદ પશ્ચિમ સીટથી સાંસદ કિરીટ સોલંકી, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણ વોરા, પૂર્વ મંત્રી આત્મારામ પરમાર અને અન્ય દલિત નેતાઓના નામની ચર્ચા છે. અમદાવાદ પૂર્વ માટે સાંસદ પરેશ રાવલ વિરૂદ્ધ પ્રતિનિધિ મંડળની ચર્ચા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી મેદાનમાં આ વખતે હરિન પાઠકનું નામ પણ સામેલ છે. ત્યાં પાટણ માટે સાંસદ લીલાધર વાઘેલાને ચૂંટણી લડાવવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. પૂર્વ સાંસદ નટૂજી ઠાકોર, ભરતસિંહ ડાભી, ભવસિંહ રાઠોડ અને જુગલ ઠાકોરના નામ પર ચર્ચા કરવામાં આવી છે.

Kirit Solanki

સાબરકાંઠામાં આ નામોમાંથી એક પર લાગશે મહોર

સાબરકાંઠા માટે જે નામોની ચર્ચા કરવામાં આવી છે તેમાં વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડ, પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ ચૌહાણ, જયસિંહ ચૌહાણ અને ભીખૂ સિંહ પરમારનો સમાવેશ થાય છે. બનાસકાંઠા માટે જે નામોની ચર્ચા છે તેમાં સાંસદ અને કેન્દ્રિય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ રાજ્ય મંત્રી શંકર ચૌધરી, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ પ્રવીણ કોટક GCMMFના અધ્યક્ષ પરથી ભટોલનો પણ સમાવેશ થાય છે.

સુરેન્દ્રનગર-ભાવનગર અને જામનગરની હિલચાલ

સુરેન્દ્રનગર માટે ચર્ચા કરવામાં આવેલા નામોમાં વર્તમાન સાંસદ દેવજી ફતેહપારા, શંકર વેગડ, રોહિત ભામાશાહ અને ડૉ.મહેન્દ્ર મુજપરા છે. જ્યારે ભાવનગરથી સાંસદ ભારતી શિયાળ સિવાય ચર્ચામાં આવેલા નામોમાં પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકી અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા. ત્યાં જામનગરથી સાંસદ પૂનમ માડમ, રિવાબા, રાઘવજી પટેલ અને ચંદ્રેશ પટેલના નામનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

મોતને મુઠ્ઠીમાં લઈ નદી ઓળંગી રહ્યા છે આ ગામના લોકો, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

બિગ બોસ 13ના પ્રોમોમાં પોલ ખોલતી જોવા મળી અમિષા પટેલ, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!