રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત મળી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અખતરા અને મુખ્યમંત્રી વિજયરૂપાણીની મહેતનું પરિણામ મળી ગયું છે. ભાજપે તમામ 6 મહાનગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. ભાજપે ગત વર્ષ કરતાં પણ વધારે બેઠકો સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી. આ વર્ષે 450 થી વધુ બેઠકો પર ભાજપે પોતાની જીત નોંધાવી છે. હજુ પરિણામોના ચિત્ર સ્પષ્ટ થતાં વાર લાગશે.

યુવા ઉમેદવારોને તક આપવાનો ભાજપનો પ્રયોગ સફળ રહ્યો
સીઆર પાટીલે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોની ટીકીટ કાપીને યુવાઓને તક આપી હતી. લોકોએ ભાજપના યુવા કાર્યકરો પર વિશ્વાસ મુકીને ભવ્ય વિજય અપાવ્યો છે. ભાજપના ખાતામાં 6 મહાનગરપાલિકાઓની 576 બેઠકોમાંથી 459થી વધારે બેઠકો પર વિજય મળ્યો છે કે આગળ છે. જ્યારે કોંગ્રેસ ફક્ત 50 જેટલી સીટો ઉપર વિજય મળ્યો છે કે આગળ છે. ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને સુરતમાં સારો પ્રતિસાદ મળ્યો છે.
રૂપાણી અને સીઆર પાટીલે ગુજરાતમાં ભાજપનો દબદબો જાળવી રાખ્યો
મુખ્યમંત્રી વિજયરૂપાણી પોતે પણ નાદુરસ્ત તબિયત હોવા છતાં ચૂંટણી પ્રચાર માટે તનતોડ મહેનત કરી હતી. સીઆરપાટીલ અને મુખ્યમંત્રી વિજયરૂપાણીના નેતૃત્ત્વમાં ભાજપાએ મહાનગરપાલિકાઓ પર ભગવો લહેરાવ્યો છે. ભાજપે 6 મનપામાંથી 6 પર કબ્જો કરી લીધો છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે પરંતુ કોંગ્રેસને ખાતું પણ ખોલવા મળ્યું નથી. 576 સીટમાંથી 459 પર આગળ છે અને કોંગ્રેસ 50 બેઠકોના આંક સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ નથી. ભાજપ આ ચૂંટણીમાં ગત ચૂંટણીના રેકોર્ડને તોડીને એક નવા આયામ સાથે વિજય તરફ આગેકૂચ કરી રહી છે. વર્ષ 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અન્નદાતાના આંદોલનના 100 દિવસ પૂર્ણ, લોકશાહીના ઇતિહાસમાં મોદી સરકારનો વધુ એક કાળો અધ્યાય : વિપક્ષના તીખા સવાલ!
- અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ
- ભારત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં/ ઇંગ્લેન્ડનો અમદાવાદમાં ફ્લોપ શો : ત્રીજી ટેસ્ટ બે અને ચોથી ટેસ્ટ ત્રણ દિવસમાં જ હાર્યું
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત