GSTV
Home » News » ભાજપના આ કદાવર નેતાઓના મંત્રીપદ માટે નામ લગભગ ફાયનલ, મળી શકે છે આ ખાતાનો પદભાર

ભાજપના આ કદાવર નેતાઓના મંત્રીપદ માટે નામ લગભગ ફાયનલ, મળી શકે છે આ ખાતાનો પદભાર

modi cabinet minister

દેશમાં ભાજપે એકલા હાથે બહુમતી મેળવી એ સાબિત કરી દીધું છે કે સરકાર બનાવવા માટે તેને કોઈની જરૂર નથી. આમ છતાં એનડીએ સાથે જોડાયેલી પાર્ટીઓને પણ સરકારમાં જોડાવાનો લાભ મળશે. મોદી અને અમિત શાહની જોડીએ સાબત કરી દીધું છે કે, કામ સિવાય બીજો કોઈ કોઈ વિકલ્પ નથી. નરેન્દ્ર મોદી સતત બીજી મુદતમાં વડા પ્રધાન બનશે. ૩૦ મેના ગુરુવારે એ શપથ ગ્રહણ કરશે. આ સરકારમાં પ્રધાનમંડળમાં મોટા ફેરફારો થઈ શકે છે. અમિત શાહ કેબિનેટ મંત્રી બનશે તો જેપી નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાનનું નામ અધ્યક્ષ તરીકે હાલમાં સૌથી આગળ છે.

રાજનાથને મળી શકે છે સંરક્ષણ

મોદીએ સ્પષ્ટતા કરી છે કે, કોઈ નામો જાહેર કરે તો માનતા નહીં. 30મીએ જે ફાયનલ થશે એ જ મંત્રીપદ મેળવશે. ગુજરાતમાંથી પણ 4 સાંસદોને મંત્રીપદ મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ભાજપના સિનિયર નેતા અને મોદી સરકારના સંકટમોચક અરૂણ જેટલી તબિયતની સમસ્યા છે. સુષ્માએ પણ ચૂંટણી લડવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. નાણા ખાતું હવે પિયૂષ ગોયેલને ફાળવાય તેવી સંભાવના છે. અરૂણ જેટલીની તબિયત નાદુરસ્ત થતાં આ ખાતાનો વધારાનો હવાલો પિયૂષ ગોયેલને સોંપાયો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહને પણ ગૃહ કે સંરક્ષણ ખાતુ મળી શકે છે. આ કદાવર મંત્રાલય અને નંબર ટુની પોઝિશન ધરાવતા રાજનાથના ખાતામાં ફેરફાર થઈ શકે છે. અમિત શાહને ગૃહ ફાળવાયું તો રાજનાથને સંરક્ષણ મળશે. શાહ લોકસભા ચૂંટણીમાં ગુજરાતના ગાંધીનગરમાંથી પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી વિજયી થયા છે.

નીતિન ગડકરીને મળી શકે છે પ્રમોશન

રાહુલ ગાંધીને અમેઠીમાં ઘરમાં હરાવનાર ટેકસટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીને ફરી માનવ સંસાધન વિકાસ ખાતું મળી શકે છે. સ્મૃતિએ સાબિત કરી દીધું છે કે તેમને ન ગણકારવા એ સૌથી મોટી ભૂલ છે. ગત્ સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ, જળસંસાધન ખાતું સંભાળનાર નીતિન ગડકરીને પ્રમોશન મળી શકે છે. ભાજપના મહામંત્રી રામ માધવને પણ પ્રધાન બનાવવામાં આવે તેવી સંભાવના છે.

Shivraj Singh congress

આ સાંસદો પણ મંત્રીપદ માટે છે લાયક

રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે કે ગુલાબચંદ કટારિયાને પણ ફાયદો થઈ શકે છે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે એમપીમાં કમલનાથ સરકારનાં સૂપડાં સાફ કરી દીધાં હોવાને પગલે તેમને પણ ચાન્સ મળી શકે છે. આ સિવાય દિલ્હીમાંથી મનોજ તિવારી, હંસરાજ હંસ, બંગાળમાંથી બાબુલ સુપ્રિયોને પણ મંત્રી પદ મળી શકે છે. યુપીમાં મેનકા ગાંધીને સ્થાને વરૂણ ગાંધીને પણ મંત્રીપદનો લાભ મળી શકે છે. આ ઉપરાંત ઘણા નામો હાલમાં ચર્ચામાં હોવા છતાં 30મીએ જ આ ખરો પટારો ખૂલશે.

Related posts

પ્રિયંકા ગાંધીએ યોગીને લખ્યો પત્ર, યુપીમાં ઓછી રાખવામાં આવે મારી સુરક્ષા

Kaushik Bavishi

આવતીકાલે BJPનાં કાર્યકારી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં રહેશે હાજર

Riyaz Parmar

ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસે ખેડૂતોના પાક વિમાનો ઉઠાવ્યો મુદ્દો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!