ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી, રામ મંદિર મુદ્દે આ ચર્ચા કરાઈ

ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં રામ મંદિર બનાવવાની માગ ઉઠી હતી. તો આ ઉપરાંત ભાજપના સાંસદોની બેઠકમાં રફાલ મુદ્દો શીખ રમખાણ મુદ્દો અને તીન તલાક મુદ્દે ચર્ચા થઈ હતી. આવા તમામ મુદ્દે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે તમામ સાંસદો સાથે ચર્ચા કરી હતી. અને તેમણે ચાલુ સત્રમાં તમામ સાંસદોએ હાજર રહેવા તાકીદ કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે સરકાર આ સત્રમાં તીન તલાક બિલ પસાર કરવા તમામ પ્રયાસો કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter