GSTV
Home » News » શનિવારે દિલ્હીમાં BJP સંસદીય દળની મળશે બેઠક, શનિવારે ચૂંટી શકે છે નેતા

શનિવારે દિલ્હીમાં BJP સંસદીય દળની મળશે બેઠક, શનિવારે ચૂંટી શકે છે નેતા

લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક મળવાની છે. આ બેઠકમાં એનડીએના સાથી પક્ષના નેતાઓ હાજર રહેશે. બેઠકમાં તમામ નેતાઓ નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટશે.  જે બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી લોકસભા ભંગ કરવા અને દેશમાં નવી સરકાર રચવાનો દાવો કરશે.

જે બાદ દેશમાં નવી સરકાર રચવાની તૈયારીઓએ શરૂ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી 30મી મેના રોજ શપથ ગ્રહણ કરી શકે છે. પીએમ મોદી પોતાની શપથ વિધિ પહેલા 28મી તારીખે વારાણસી અને 29મી તારીખે ગુજરાતની મુલાકાતે જવાના છે. તેઓ ગાંધીનગરમાં પોતાની માતા હીરાબાના આશિર્વાદ પણ લેશે. જે બાદ પીએમ મોદી 30મી મેના રોજ દેશના પીએમ તરીકેના શપથ ગ્રહણ કરશે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!