GSTV
Trending ગુજરાત લોકસભા ચૂંટણી 2019

ડેમેજકંટ્રોલ કરવા ભાજપની આંખે પાણી આવી ગયું, પ્રભારી ઓમમાથુરે દોટ મુકી ગુજરાત તરફ

લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉમેદવારો શોધવા ભારે મુશ્કેલ બન્યુ છે. ખાસ કરીને મહેસાણા, પોરબંદર સહિતની દસ બેઠકોમાં એવો મામલો ગૂંચવાયો છે અને હજુ ઉમેદવારોની યાદી જાહેર થઇ શકી નથી. ટિકિટના મામલે અસંતોષની આગ ભભૂકતા ભાજપ હાઇકમાન્ડે પ્રદેશ પ્રભારી ઓમમાથુરને ગુજરાત દોડી આવ્યા છે. અને તેઓએ એસજી હાઇવે સ્થિત ગ્રીનવુડ બંગલોમાંથી જ ડેમેજકંટ્રોલનુ મિશન હાથ ધર્યુ હતું.

પ્રભારી ઓમ માથુરે નારાજ નેતાઓ, ટિકિટના દાવેદારો સાથે વાતચીત કરી મામલો થાળે પાડવા મથામણ કરી હતી. એટલુ જ નહીં અસંતુષ્ટોને મનાવવા દૂતોને ય દોડાવ્યા હતાં. ધારાસભ્યો અને પ્રદેશ નેતાઓને ય નારાજગીની આગ ઓલાવવાની કામગીરી સુપરત કરાઇ હતી. પોરબંદર,બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, પંચમહાલ, જૂનાગઢમાં વર્તમાન સાંસદો કપાશે તો ભાજપમાં બળવાની સ્થિતી સર્જાશે.

ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ અસંતોષ વધુ ભભૂકે તેવા ભયથી પ્રદેશ પ્રભારી ઓમમાથુર અને પ્રદેશ નેતાગીરી પાણી વહે તે પહેલાં પાળ બાંધતા જોવા મળ્યા. અત્યારે તો ડેમેજકંટ્રોલ કરવા ભાજપની નેતાગીરીને આંખે પાણી આવ્યુ છે.

READ ALSO

Related posts

સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી

Zainul Ansari

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

Hardik Hingu

નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં

Hardik Hingu
GSTV